Home /News /national-international /Video: મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલાઓ મન મૂકીને ગરબે ઘૂમી, વીડિયો ટ્વીટર પર મૂકતાં જ વાયરલ

Video: મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલાઓ મન મૂકીને ગરબે ઘૂમી, વીડિયો ટ્વીટર પર મૂકતાં જ વાયરલ

મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલાઓએ ચાલુ ટ્રેને રમઝટ બોલાવી હતી.

Video: મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલાઓએ ચાલુ ટ્રેનમાં ગરબા રમ્યા હતા. ત્યારે મુંબઈ રેલવે યુઝરના ટ્વીટર હેન્ડલ પર આ વીડિયો મૂકતાં જ વાયરલ થયો હતો. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયો જોયો હતો અને મહિલાઓને દાદ આપી હતી.

    મુંબઈઃ એકબાજુ તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે લોકો પણ ઉજવણીના મૂડમાં આવી ગયા છે. જ્યારથી નવરાત્રિની શરૂઆત થઈ છે ત્યારથી દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં માત્ર જ ગરબાના જ વીડિયો દેખાઈ રહ્યા છે. પહેલાં મરીન ડ્રાઇવ પર મોટી સંખ્યામાં લોકોનો ગરબા રમતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે એક લોકલ ટ્રેનમાં મહિલાઓ ગરબા રમી રહી હોય તેવો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

    મહિલાઓએ ટ્રેનના કોચમાં ગરબા ચાલુ કર્યા


    મુંબઈ રેલવે યુઝરના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો મૂકવામાં આવ્યો હતો. તે હવે વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોઈ શકાય છે કે, કલ્યાણ રેલવે સ્ટેશનથી મહિલાઓનું ટોળું ગરબા રમી રહ્યુ છે. ત્યારે એકબાજુ તેઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે ને ત્યાં બેસેલા અન્ય લોકો પણ તેમને જોઈને મજા માણી રહ્યા છે.


    અત્યાર સુધીમાં 1 લાખ લોકોએ વીડિયો જોયો


    વીડિયો શેર કર્યો હતો તેના કેપ્શનમાં લખવામાં આવ્યુ હતુ કે, ‘મુંબઈની લોકલ મોમેન્ટ્સ બનાવે છે. ગઈકાલે 10.02 AMની કલ્યાણથી ટ્રેન. મોજની કોઈ સીમા હોતી નથી.’ અત્યાર સુધીમાં 1 લાખ લોકોએ આ વીડિયો જોઈ લીધો છે. ત્યારે લોકોએ મહિલાઓને પ્રોત્સાહન આપ્યું હતું સાથે જ હજારો લોકોએ આ વીડિયો પર કોમેન્ટ્સ પણ કરી હતી.


    લોકોએ આ વીડિયો પર રમૂજી કોમેન્ટ્સ કરી હતી


    ત્યારે કોમેન્ટમાં એક વ્યક્તિએ લખ્યું હતુ કે, ‘હૃદયસ્પર્શી. અન્ય મહિલાઓનો આભાર કે તેઓ આ ગરબા રમવા માટે જગ્યા આપીને બાજુએ ખસી ગયા હતા.’ તો અન્ય એક યુઝરે લખ્યુ હતુ કે, ‘સ્પિરીટ ઓફ મુંબઈ’ તો એક મહિલાએ કોમેન્ટ કરતા લખ્યુ હતુ કે, ‘લોકલ ટ્રેનમાં ગરબા. મુંબઈકર ઇનોવેટિવ છે. નવરાશ બધા જ ઇનોવેશન્સની માતા છે! એ હાલો...’
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Mumbai local train, Video viral, Viral videos

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन