Home /News /national-international /માંડ-માંડ બચી મહિલા! રસોઈ બનાવતી વખતે અચાનક રસોડામાં દેખાયો કોબ્રા સાપ; જુઓ VIDEO

માંડ-માંડ બચી મહિલા! રસોઈ બનાવતી વખતે અચાનક રસોડામાં દેખાયો કોબ્રા સાપ; જુઓ VIDEO

માહિતી મળતાં સ્થળ પર પહોંચેલા સ્નેક કેચર એ સાવધાનીપૂર્વક કાળા કોબ્રાનું રેસ્ક્યુ કર્યું હતું.

મહિલા રસોડામાં રસોઇ કરવા પહોંચી અને વેલણ-પાટલી ઉપાડી ત્યારે ત્યાંથી એક કોબ્રા સાપ બહાર આવ્યો હતો. મહિલા સાપને જોઈને ચોંકી ગઈ હતી અને ચીસો પાડતી ઘરની બહાર આવી ગઇ હતી.

  • Local18
  • Last Updated :
  • Kota, India
કોટા: કોટાના ડીસીએમ વિસ્તારના ઈન્દિરા ગાંધી નગરના એક ઘરમાં શનિવારે બપોરે રસોઈ બનાવતી એક મહિલાના હોશ ત્યારે ઉડી ગયા જ્યારે રસોડામાં કોબ્રા સાપ ઘૂસી ગયો. મળતી માહિતી મુજબ મહિલા રસોડામાં રસોઇ કરવા પહોંચી અને વેલણ-પાટલી ઉપાડી ત્યારે ત્યાંથી એક કોબ્રા સાપ બહાર આવ્યો હતો. મહિલા સાપને જોઈને ચોંકી ગઈ હતી અને ચીસો પાડતી ઘરની બહાર આવી ગઇ હતી. જ્યારે અંદર હાજર ઘરના સભ્યોએ જોયું તો તેઓ પણ ડરી ગયા હતા અને તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયા હતા. જેના પછી સાપ પકડનાર ગોવિંદ શર્માને સાપ નીકળવાની જાણકારી આપવામાં આવી હતી.

માહિતી મળતાં સ્થળ પર પહોંચેલા સ્નેક કેચર ગોવિંદ શર્માએ સાવધાનીપૂર્વક કાળા કોબ્રાનું રેસ્ક્યુ કર્યું હતું અને વન વિભાગના અધિકારીઓને સાપ વિશે જાણ કરતાં કોબ્રાને જંગલમાં છોડી દીધો હતો. ગોવિંદ શર્માએ જણાવ્યું કે આ વિસ્તારમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં સામાન્ય રીતે સાપ બહાર આવે છે. શર્માએ કહ્યું કે જો ઘરમાં કે ક્યાંય સાપ દેખાય તો તેને ત્યાં જ રહેવા દો. તેની સાથે કોઇ છેડછાડ કરશો નહીં અને તરત જ વન વિભાગ અથવા સાપ પકડનારની ટીમને બોલાવી લો.

" isDesktop="true" id="1357725" >

શહેરમાં અનેક જગ્યાએ સાપ જોવા મળે છે

શર્માએ જણાવ્યું કે છેલ્લા સાત દિવસમાં સાપ ઘરો, ફેક્ટરીઓ, કોચિંગ સેન્ટરો અને અન્ય સ્થળોએ ઘૂસી જવાની ઘણી ઘટનાઓ બની છે. જોકે આ ઘટનાઓમાં સાપે કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડ્યું નથી. પરંતુ સાપને જોઈને સાવચેતી રાખવી જોઈએ, તેને ચીડવવો જોઈએ નહીં.

આ પણ વાંચો: દીકરીએ દોસ્તો સાથે મળી પિતાનું ઘર લૂંટી લીધુ, પરિવારજનો આઘાતમાં

આ નંબર પર કોલ કરો

સ્નેક કેચર ગોવિંદ શર્માએ કહ્યું કે જો તમે કોઈ સાપ જુઓ તો તેને મારશો નહીં પરંતુ તેમને બોલાવો. તેઓ તરત જ ત્યાં પહોંચી જશે અને સાપનું રેસ્ક્યુ કરશે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી છેડછાડ ન થાય ત્યાં સુધી આ સાપ કોઈને નુકસાન પહોંચાડતા નથી. તમે ગોવિંદને સાપના રેસ્ક્યુ માટે તેમના મોબાઈલ નંબર 9602987347 પર કૉલ કરી શકો છો.
First published:

Tags: Kota, Rajasthan news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો