એક તરફી પ્રેમમાં યુવકે મહિલાનું કુહાડીના ઘા મારી ગળું કાપ્યું, પછી કલાકો લાશને વળગી પડ્યો સનકી આશિક

આરોપી જોર જોરથી કહેતો હતો કે ’મેં તુઝે માર દુંગા’

Murder News : મહિલાનો જીવ ગયો ત્યાં સુધી તે કુહાડીના ઘા મારતો રહ્યો હતો, યુવકે મહિલાના ખભા, ગળા અને શરીરના અન્ય ભાગ પર એટલા ઘા કર્યા કે જમીન લોહીથી લાલ થઇ ગઈ

  • Share this:
    ઝાલોર : રાજસ્થાનના (Rajasthan)ઝાલોર જિલ્લામાં એક કાળજું કંપાવે તેની હત્યાની (Murder) ઘટના સામે આવી છે. ઝાલોરનાં આહોર ક્ષેત્રમાં એક તરફી પ્રેમમાં પાગલ સનકી આશિકે (Freak Lover )એક મહિલાની કુહાડીના ઘા મારી હત્યા (Murder in Rajasthan )કરી દીધી હતી. મહિલાનો જીવ ગયો ત્યાં સુધી તે ઘા મારતો રહ્યો હતો. આરોપી જોર જોરથી કહેતો હતો કે ’મેં તુઝે માર દુંગા’. યુવકે મહિલાના ખભા, ગળા અને શરીરના અન્ય ભાગ પર એટલા ઘા કર્યા કે જમીન લોહીથી લાલ થઇ ગઈ હતી. આરોપી પર પાગલપન એટલી હદી હાવી હતું કે તે મહિલાના મોત પછી તેની લાશને વળગી પડ્યો હતો. પોલીસ સનકી આશિકની ધરપકડ કરી લીધી છે.

    જાણકારી પ્રમાણે શાંતિ દેવીના બે પુત્ર છે. તે પોતાના સાસરિયાના લોકો સાથે રહે છે. મહિલાનો પતિ શાંતિલાલ ચૌધરી મહારાષ્ટ્રમાં કામ કરે છે. શાંતિ દેવી રવિવારે જોજાવર નાડીમાં મનરેગાના કામ પર ગઈ હતી. આ દરમિયાન ગામમાં જ રહેતો 21 વર્ષીય ગણેશ મીણા આવ્યો હતો. તેણે શાંતિ દેવીને કહ્યું કે તે તેને પ્રેમ કરે છે. શાંતિ દેવીએ ના પાડી તો ગુસ્સામાં આવીને યુવકે કુલ્હાડીથી હુમલો કર્યો હતો. પાગલપનમાં આરોપીએ કુલ્હાડી ફેરવીને કહ્યું કે આજે હું તને મારીને જ રહીશ. મહિલાનું ગળુ કાપી નાખ્યા છતા પણ તે વાર કરતો રહ્યો હતો. જ્યાં સુધી મહિલાનો જીવ ના ગયો તે ઘા મારતો રહ્યો હતો.

    આ પણ વાંચો - ભારતની 25 વર્ષની યુવતીની મેક્સિકોમાં હત્યા, પોતાના બર્થ ડેની ઉજવણી માટે ગઈ હતી પણ મળ્યું મોત

    લાશને વળગી રહ્યો આરોપી

    સનકી આરોપીના પ્રહાર પછી મનરેગાના અન્ય શ્રમિકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ગણેશે વચ્ચે આવે તેમને પણ મારી નાખવાની ધમકી આપી હતી. જેથી બધા લોકો પાછળ હટી ગયા હતા. હત્યા કર્યા પછી આરોપી મહિલાની લાશને વળગી પડ્યો હતો. સૂચના મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે પણ આરોપી લાશ છોડવા તૈયાર ન હતો. પોલીસ બળજબરીથી આરોપીની ધરપકડ કરી હતી.

    આ પણ વાંચો - સુરત : ચોરી કરવા ગયેલા ચોર ઉપર એસીનું મશીન પડતા ઘટનાસ્થળે મોત, જુઓ લાઇવ Video

    એક તરફી પ્રેમ બન્યો મોતનું કારણ

    પોલીસે જણાવ્યું કે થાંવલા ગામના આરોપી ગણેશ મીણાને પકડવામાં આવ્યો છે. આરોપી મહિલાને એક તરફી પ્રેમ કરતો હતો. તે ઘણા મહિનાથી પીછો કરીને શાંતિ દેવીને પરેશાન કરી રહ્યો હતો. શાંતિ દેવીએ આ વિશે પોતાના પતિ શાંતિલાલ ચૌધરીને પણ જણાવ્યું હતું. પતિએ આરોપી ગણેશ મીણાને સમજાવ્યો હતો પણ તે માન્યો ન હતો.
    Published by:Ashish Goyal
    First published: