Home /News /national-international /દુષ્કર્મની વિચિત્ર ઘટના! રૂમમાં ઉંઘતી મહિલાએ અજાણ્યા યુવકને પતિ સમજ્યો, નરાધમ રેપ કરી ફરાર

દુષ્કર્મની વિચિત્ર ઘટના! રૂમમાં ઉંઘતી મહિલાએ અજાણ્યા યુવકને પતિ સમજ્યો, નરાધમ રેપ કરી ફરાર

પ્રતીકાત્મક તસવીરઃ shutterstcok

રાતના અંધારામાં આરોપીને પતિ સમજવાની ભુલ કરી હતી. જ્યારે અહેસાસ થયો કે બીજો વ્યક્તિ છે ત્યારે બુમો પાડવા લાગી હતી.

રીવાઃ મધ્ય પ્રદેશના (Madhya Pradesh) રીવામાં (Riva) એક મહિલાએ સાથે દુષ્કર્મની (Woman rape) ઘટના સામે આવી છે. આ સમયે મહિલા પોતાના પતિ અને બાળકની બાજુમાં ઉંઘતી હતી. જોકે, મહિલા આરોપીને પતિ સમજવાની ભૂલ કરી બેઠી હતી. પરંતુ જ્યારે તેને ખબર પડી કે આ બીજો વ્યક્તિ છે ત્યારે તેને બુમો પાડવા લાગી હતી. મહિલાની બુમોનો અવાજ સાંભળીને પતિ જાગી ગયો હતો. અને તેને આરોપીને (Accused) પકડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે ઘટના સ્થળે જ ફરાર થઈ ગયો હતો.

ચુપચાર ઘરમાં ઘુસ્યો હતો ચોર
આ ઘટના મધ્ય પ્રદેશના રીવા જિલ્લાના મઉગંજની છે. ગત રાત્રે એક રૂમમાં મહિલા પોતાના બે બાળકો અને પતિ સાથે ઉંઘી રહી હતી. રાતના અંધારામાં અજાણ્યો યુવક તેના રૂમમાં ચુપચાપ ઘૂસ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે તેણે મહિલા સાથે રેપ કર્યો હતો. પહેલા તો મહિલા તેનો પતિ હોવાનું સમજી હતી પરંતુ જ્યારે તેને અહેસાસ થયો કે કોઈ બીજો વ્યક્તિ છે તો મહિલાએ બૂમો પાડવાનું શરૂ કર્યું હતું.

ભાગી ગયો આરોપી
મહિલાએ જ્યારે બુમો પાડવાનું શરૂ કર્યું ત્યારે આરોપી એલર્ટ થઈ ગયો અને મહિલાના પતિએ તેને પકડવાનો પ્રયત્ન કર્યો પરંતુ આરોપીએ તેને ધક્કો મારી રૂમમાંથી ભાગી ગયો હતો. ઘટના બાદ મહિલા ગભરાઈ ગઈ હતી. મહિલાના પતિએ આરોપીનો ઘરની બહાર સુધી પીછો કર્યો હતો. પરંતું રાતના અંધારામાં આરોપી ક્યાં ગાયબ થયો એ ખબર જ ન પડી.

આ પણ વાંચોઃ-સુરતઃ અકસ્માતનો live video, ફૂલ સ્પીડે જતો બાઈક ચાલક ડેપોમાંથી નીકળતી બસ સાથે ભટકાયો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ભાડુઆત પરિણીતા ઘરમાં ઉંઘતી હતી, માકાન માલિકનો પુત્ર પાછળની બારીથી ઘરમાં ઘૂસ્યો અને પછી..

આ  પણ વાંચોઃ-કોરોનાનો કાળો કહેર! રાજકોટઃ મહેતા પરિવારનો માળો પીંખાયો, એક પરિવારના 6 સભ્યોને ભરખી ગયો કાળમુખો

આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

સવારે પોલીસ સ્ટેશન પહોંચી મહિલા
ઘટનાના બીજા દિવસે સવારે પીડિતા પતિ સાથે આ અંગે ફરિયાદ નોંધાવવા માટે મરુગંજ પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં તેણે પોતાની સાથે થયેલી ઘટના પોલીસને વર્ણવી હતી. મહિલાએ જણાવ્યું કે રાતના સમયે દરવાજો ખુલ્લો હતો. જેનાકારણે અજાણ્યો વ્યક્તિ રૂમમાં પ્રવેશ્યો હતો.



મહિલા અધિકારીને સોપાઈ તપાસ
પીડિત મહિલાની ફરિયાદને ગંભીરતાથી લઈને એએસપી મઉગંજે તપાસના આદેશ આવ્યા હતા. અને આ સંપૂર્ણ ઘટનાની તપાસ મહિલા અધિકારીને સોંપી હતી. ફરિયાદ નોંધીને મહિલાને મેડિકલ તપાસ કરાવાની કાર્યવાહી શરૂ કરી હતી.
First published:

Tags: Madhya pradesh, ગુનો, બળાત્કાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો