પશ્ચિમ બંગાળના રેલવે સ્ટેશન પર એક મહિલાના વીડિયોએ લાખો લોકોનું ધ્યાન ખેંચ્યું છે. બે મિનિટના વીડિયોમાં એક મહિલા લતા મંગેશકરે ગાયેલું હિન્દી ગીત "એક પ્યાર કા નગમા હૈ" ગાઈ રહી છે. 1972માં આવેલી હિન્દી ફિલ્મ "શોર"નું આ ગીત છે. મહિલા જે રીતે આ ગીતને ગાઈ રહી છે તેનાથી લાખો લોકોનું ધ્યાન તેના પર ગયું છે. ખાસ વાત એ છે કે આ મહિલા લતા મંગેશકરનો અવાજ કાઢીને આ ગીત ગાઈ રહી છે.
'BarpetaTown The place of peace' નામના ફેસબુક પેજ પર આ વીડિયો મૂકવામાં આવ્યો છે. એનડીટીવી સાથે વાતચીત કરતા પેજના એડમિન ક્રિશાન દાસ ઝુબુએ જણાવ્યું કે, આ વીડિયો પશ્ચિમ બંગાળના રણઘાટ રેલવે સ્ટેશન ખાતે શૂટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો તેને રણઘાટના તપન દા નામના વ્યક્તિએ મોકલ્યો હતો.
રવિવારે ફેસબુક પર શેર કરવામાં આવ્યા બાદ આ વીડિયોને 20 લાખ કરતા વધારે લોકો જોઈ ચુક્યા છે. હજારો લોકો આ ગીત પર ખૂબ સારી કોમેન્ટ્સ કરી ચુક્યા છે. આ વીડિયો જોયા બાદ લોકો મહિલાના વખાણ કરતા થાકતા નથી.
એક યૂઝરે વીડિયો વિશે લખ્યું છે કે, "તેણીને ગીત ગાતી સાંભળીને હું રડી પડ્યો હતો. તેણી ખૂબ સુંદર છે અને તેનો અવાજ અદભૂત છે." વધુ એક યૂઝર લખે છે કે, "શું અદભૂત અવાજ છે, તેણીના હાવભાવ પણ ખૂબ સારા છે. " વધુ એક યૂઝર લખે છે કે, "તેણીનો અવાજ ખરેખર સારો છે."
ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા રેલવે સ્ટેશન ખાતે ગીત ગાઈ રહેલા એક વ્યક્તિનો વીડિયો આવી જ રીતે વાયરલ થયો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર