Home /News /national-international /

OMG : રિસેપ્શનમાં વરરાજાની હરકતથી નારાજ થઇ ગઈ દૂલ્હન, પિતરાઇ ભાઇ સાથે કરી લીધા લગ્ન

OMG : રિસેપ્શનમાં વરરાજાની હરકતથી નારાજ થઇ ગઈ દૂલ્હન, પિતરાઇ ભાઇ સાથે કરી લીધા લગ્ન

વરરાજા અને દૂલ્હન વચ્ચે એવી ઝડપ થઇ કે લગ્નનો બધો માહોલ જ બદલી ગયો હતો (પ્રતિકાત્મક તસવીર)

OMG news - ડાન્સ કરતા-કરતા પિતરાઇ ભાઈએ દૂલ્હનના ખભા ઉપર હાથ રાખી દીધો હતો. આ જોઈ વરરાજા ગુસ્સે થયો અને દૂલ્હન અને તેના પિતરાઇ ભાઈને ધક્કો માર્યો હતો

    ચેન્નાઈ : લગ્ન સમારોહને (Wedding ceremony)લઇને હંમેશા અજીબોગરીબ સમાચાર સામે આવતા રહે છે જેને સાંભળી ઘણી વખત લોકો વિચાર પડી જાય છે. આવી જ એક ચકિત કરનારી ઘટના તમિલનાડુમાં (TamilNadu)લગ્ન સમારોહમાં જોવા મળી છે. વરરાજા અને દૂલ્હન વચ્ચે એવી ઝડપ થઇ કે લગ્નનો બધો માહોલ જ બદલી ગયો હતો. સમારોહ દરમિયાન વરરાજાએ (groom)દૂલ્હનને (bride)થપ્પડ મારી દીધી હતી. તો દૂલ્હને પોતાના પિતરાઇ ભાઈ સાથે જ લગ્ન કરી લીધા હતા.

    ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે દૂલ્હન પનરુતીની રહેવાસી છે. જ્યારે વરરાજા પેરિયાકટ્ટુપલાયમનો રહેવાસી છે. બન્નેની સગાઇ ગત વર્ષે 6 નવેમ્બરે થઇ હતી. બન્નેના લગ્ન 20 જાન્યુઆરીના રોજ કદમપુલિયર ગામમાં થવાના હતા. બન્નેનો રિસેપ્શન કાર્યક્રમ 19 જાન્યુઆરીએ હતો. ઘણા સમાજમાં લગ્ન પહેલા રિસેપ્શનનો રિવાજ છે.

    આ પણ વાંચો - સેક્સ અને વિદેશી યુવતીઓનો શોખીન છે ઇન્દોર ગેંગરેપનો આરોપી, લેપટોપમાંથી ખૂલ્યા ઘણા રહસ્યો

    ટીઓઆઈના મતે લગ્નમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. વરરાજા અને દૂલ્હને ડીજે પર ઘણો ડાન્સ કર્યો હતો. જોકે સ્થિતિ તે સમયે બગડી ગઈ જ્યારે દૂલ્હનનો પિતરાઇ ભાઈ કપલનો હાથ પકડીને તેમની સાથે ડાન્સ કરવા લાગ્યો હતો. ડાન્સ કરતા-કરતા પિતરાઇ ભાઈએ દૂલ્હનના ખભા ઉપર હાથ રાખી દીધો હતો. આ જોઈ વરરાજા ગુસ્સે થયો અને દૂલ્હન અને તેના પિતરાઇ ભાઈને ધક્કો માર્યો હતો.

    દૂલ્હનના પરિવારે જણાવ્યું કે જ્યારે દૂલ્હન સ્ટેજ પર આવી તો વરરાજાએ બધાની સામે તેને થપ્પડ મારી હતી. વાત એટલી વધી ગઈ કે દૂલ્હને લગ્ન ના કરવાનો નિર્ણય કર્યો અને માતા-પિતાએ પણ પુત્રીને તેની મંજૂરી આપી હતી. દૂલ્હનના પરિવારને પોતાના સંબંધી વચ્ચે એક અન્ય વરરાજા મળી ગયા અને તેમને નિર્ધારિત સમય અને તારીખ પર બીજા સ્થળ પર પુત્રીના લગ્ન કરાવી લીધા હતા.

    આ પણ વાંચો - OMG! આ છે અફઘાનિસ્તાનની એકમાત્ર Porn Star, માથું ઘડથી અલગ કરવા બેતાબ છે તાલિબાન

    આ ઘટનાને લઇને વરરાજાએ પનરુતી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે દૂલ્હનના પરિવારજનોએ તેની ધમકી આપી છે અને લગ્ન સમારોહમાં તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને મારપીટ પણ કરવામાં આવી હતી. વરરાજાએ લગ્નમાં ખર્ચ થયેલા સાત લાખ રૂપિયા અને સહાયની માંગ કરી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: OMG, અજબ ગજબ

    આગામી સમાચાર