Home /News /national-international /12 વર્ષના છોકરાએ ગુમાવ્યા 19 લાખ રૂપિયા, માતાપિતાને ભારે પડ્યા ઓનલાઈન ક્લાસ

12 વર્ષના છોકરાએ ગુમાવ્યા 19 લાખ રૂપિયા, માતાપિતાને ભારે પડ્યા ઓનલાઈન ક્લાસ

ઓનલાઈન અભ્યાસની સાથે બાળકો મોબાઈલ ફોન વડે ન કરવાનું ન કરી બેસે તે ધ્યાન રાખવું જરૂરી છે. (પ્રતીકાત્મક તસવીર: Pexels)

મોબાઈલ ફોનમાં ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરતા બાળકોના માતાપિતા સાવધાન રહે, એક નાની ભૂલ કોઈને પણ બરબાદ કરી શકે છે

  (અભિષેક જૈન)

  કિશોર વયના છોકરાઓની ઓનલાઈન ગેમિંગની લત (Online Gaming Habit) તેમના માતા પિતાને (Parents) કેટલી ભારે પડી શકે છે, તેનું ઉદાહરણ આસામમાં (Assam) સામે આવ્યું છે. જેમાં 12 વર્ષનો એક કિશોરે ઓનલાઈન ક્લાસ અટેન્ડ (Online Classes) કરવાના બહાને બેટલ ગ્રાઉન્ડ ગેમ (Battle Ground Game) રમવા તેની માતાના બેન્ક ખાતામાંથી 19 લાખ રૂપિયા ગુમાવી દીધા.

  જ્યારે કિશોરના પિતાએ જ્યારે તેની પાસે રહેલા આઈફોનની (iPhone) તપાસ કરી ત્યારે તેમને આઘાત લાગ્યો, કેમ કે પુત્રએ તેમની પત્નીના ખાતામાંથી 19 લાખ રૂપિયા વાપરી નાંખ્યા હતા, જેની તેની માતા કે પિતામાંથી કોઈને જાણ ન થઈ. છઠ્ઠા ધોરણમાં અભ્યાસ (Class 6 Student) કરતા પુત્રના હાથમાં લેટેસ્ટ આઈફોન જોઈને પિતાને આશ્ચર્ય થયું. તેમણે તેને સવાલ પૂછ્યો કે તે આઈફોન લાવ્યો ક્યાંથી. છોકરાએ જવાબ આપ્યો કે તેને આઈફોન ક્યાંકથી મળ્યો હતો. કિશોર કોઈક બીમારીથી પિડાતો હોવાથી ઘરેથી બહાર ભાગ્યે જ જતો. ખરેખર શું બન્યું હતું તે જાણવા તેના પિતાએ તેના પર પહેલી વાર હાથ ઉપાડ્યો. ત્યારબાદ તેણે કબૂલ્યું કે નિપુરાજ ગોગોઈ નામના એક છોકરાએ તેને આઈફોન આપ્યો છે. કિશોરના પિતાએ તુરંત નિપુરાજ અને તેના માતાપિતાને બોલાવ્યા. જો કે કિશોર અને નિપુરાજે કંઈ કબૂલાત ન કરી. ત્યારબાદ તેમને નુમાલીગઢમાં રહેતા તેમના મોટા પુત્રનો ફોન આવ્યો, જેણે તેમને પોતાનું બેન્ક ખાતું ચેક કરવા કહ્યું.

  19 લાખનું બેલેન્સ શૂન્ય હતું

  જ્યારે તેમણે પોતાનું બેન્ક ખાતું (Bank Account) ચેક કર્યું તો તેમાં 19 લાખ રૂપિયાના બેલેન્સની જગ્યાએ શૂન્ય બેલેન્સ હતું. તેઓ તરત પોલીસ સ્ટેશન (Police Station) ગયા અને એફઆઈઆર (FIR) દાખલ કરાવી. પોલીસે તેમના પુત્ર, નિપુરાજ અને 16 વર્ષની આસપાસના બે અન્ય છોકરાઓને બોલાવ્યા. જેઓ એકબીજા સાથે ઓનલાઈન સંપર્કમાં હતા અને બેટલ ગ્રાઉન્ડ ગેમના પાર્ટનર (Battle Ground Game Partners) હતા.

  ભારે પડ્યા ઓનલાઈન ક્લાસ

  12 વર્ષનો કિશોર ભણવામાં હોંશિયાર હતો અને ઓનલાઈન ક્લાસ માટે તેની માતાના ફોનનો ઉપયોગ કરતો હતો, આ જ ફોન પર તે નવરાશના સમયમાં ગેમ પણ રમતો હતો. માતા પિતાને આ ગેમ્સ વિશે જરા પણ જાણ નહોતી. પણ પછીથી તેમને ખબર પડી કે ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવા માટે ઓટીપીની જરૂર નથી પડતી. નિપુરાજ કિશોરને ગેમ રમતા અને તુરંત મેસેજ ડિલીટ કરવાનું શીખવાડતો હતો. આ જ કારણ હતું કે કિશોરના માતાપિતાને તેમના બેન્ક ખાતાના વ્યવહારોની ખબર ન પડી. 20 વર્ષના નિપુરાજ પાસે 2.7 લાખ રૂપિયાનું બાઈક છે, જ્યારે તેના પિતા ટેલિફોન બૂથ ચલાવે છે. ત્યારે સવાલ એ હતો કે તે આ એશોઆરામ કેવી રીતે કરતો હતો. કિશોરના પિતાને અંદેશો આવી ગયો કે આ પૈસા તેમના જ હતા, જેમાંથી નિપુરાજે બે મોંઘા ફોન અન્ય બે છોકરાઓને અપાવ્યા હતા.

  પોલીસના સૂત્રોનું માનીએ તો ચોથી ઓગસ્ટે કિશોરના માતાના બેન્ક ખાતામાંથી પૈસા કપાયા હતા. જેનો ઉપયોગ ઓનલાઈન ગેમ રમવા માટેના હથિયારો ખરીદવા કરાયો હતો. ચાર લાખ રૂપિયામાં એક પિસ્ટલ ખરીદવામાં આવી હતી. આ પૈસામાંથી 47 હજાર અને 43 હજાર રૂપિયાના બે મોબાઈલ ફોન પણ ખરીદવામાં આવ્યા હતા. પોલીસે આ ફોન જપ્ત કર્યા છે. નિપુરાજને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે, જ્યારે અન્ય બે સગીરના માતા પિતા પાસેથી તેમના જન્મપ્રમાણપત્ર માગવામાં આવ્યા છે.

  માતાપિતાને દુઃખ પણ છે અને રાહત પણ

  માતા પિતાને ખબર જ નહતી કે તેમનો 12 વર્ષનો છોકરો ફોન સાથે શું કરી રહ્યો છે. નિપુરાજે તેને ગેમ રમવા માટે લલચાવ્યો હતો. કિશોરના માતા પિતાને એ વાતનો પસ્તાવો છે કે તેમણે તેમના પુત્ર પર નજર ન રાખી. માતાપિતાના લાખો રૂપિયા ગુમાવ્યા બાદ કિશોર પણ આઘાતમાં છે અને તેણે પોતાના માતાપિતાની માફી માગતા વચન આપ્યું છે કે તે હવે ક્યારે ઓનલાઈન ગેમ નહીં રમે. દંપતીને પોતાની જિંદગીભરની કમાણી ગુમાવ્યાનું દુઃખ છે, પણ એ વાતની રાહત છે કે તેઓ તેમના પુત્રને બચાવી શક્યા. તેઓ આ કેસને આગળ ચલાવવા માગે છે, જેથી બીજા બાળકોને આવી કુટેવથી બચાવી શકાય.

  શું છે BGMI?

  થોડા સમય પહેલા ભારતમાં PUBG પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, ત્યારે યુવાનોએ સોશિયલ મીડિયામાં નાખુશી વ્યક્ત કરી હતી. ત્યારબાદ ફક્ત ભારતમાં પબજી ગેમના યુઝર્સ માટે બેટલ ગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા (BGMI) અલગથી લૉન્ચ કરાઈ હતી, જેનું ભારતમાં પ્રિ રજિસ્ટ્રેશન 18 મે 2021ના રોજ શરૂ થયું હતું. iOS પ્લેટફોર્મ પર BGMI ગેમ્સ રમવા માટે કેટલાક અલગ સોફ્ટવેરની જરૂર પડી શકે છે.

  ગેમિંગ પાછળ પૈસા ગુમાવવાના અન્ય કિસ્સા

  થોડા સમય અગાઉ પંજાબમાં એક પબજી પ્લેયરે તેના માતાપિતાના બેન્ક ખાતામાંથી 16 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. કિશોર ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરવાના બહાને તેના પિતાનો ફોન લેતો, પણ તેનો ઉપયોગ પબજી ગેમ રમવા માટે કરતો હતો. તેણે એક મહિનામાં આર્ટિલરી સહિતની ઈન એપ્સ પરચેઝ, ટૂર્નામેન્ટ માટેના પાસ તેમજ વર્ચ્યુઅલ એમ્યુનિશન ખરીદવા 16 લાખ રૂપિયા વેડફી નાંખ્યા. આ પૈસા કિશોરના પિતાની સારવાર માટે બચતમાંથી અલગ રાખવામાં આવ્યા હતા. પણ માતાપિતાએ ફોનમાં સેવ કરેલી બેન્કખાતા અને કાર્ડની વિગતોનો ઉપયોગ તેમના પુત્રએ ખોટા માર્ગે કર્યો.

  આ પણ વાંચો, ચેતવણીરૂપ કિસ્સોઃ રમતા-રમતા પાણીથી ભરેલા નાળામાં પડ્યું દોઢ વર્ષનું બાળક, થયું મોત

  છત્તીસગઢના કાંકેર જિલ્લામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં 12 વર્ષના એક કિશોરે ઓનલાઈન ગેમિંગ માટે 'વેપન્સ'ની ખરીદી પાછળ 3.2 લાખ રૂપિયા વેડફી નાંખ્યા હતા. એક મહિનામાં તેણે 278 બેન્ક ટ્રાન્ઝેક્શન કર્યા હતા. તેની માતાને આ અંગે ખબર એટલા માટે ન પડી કેમ કે તેમને ફોન પર એક પણ ટ્રાન્ઝેક્શનનો ઓટીપી મળ્યો નહતો.

  આ પણ વાંચો, પ્રેમી સાથે એક વર્ષ પહેલા ભાગ્યા બાદ સાસરીની યાદ આવી, પાછી જવા બે બાળકીઓની કરી હત્યા

  આ કિસ્સો એ તમામ માતાપિતા માટે લાલબત્તી સમાન છે, જેઓ પોતાના બાળકોની ઓનલાઈન ગતિવિધિઓ પર નજર નથી રાખતા. ઓનલાઈન અભ્યાસની સાથે બાળકો મોબાઈલ ફોન વડે ન કરવાનું ન કરી બેસે તે ધ્યાન રાખવું જરૂરી છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: CYBER CRIME, Online Gaming, આસામ, ઠગાઇ, પોલીસ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन