પતિએ આપઘાત કરતા, પત્નીએ પાંચ વર્ષની દીકરીની હત્યા કરીને પોતે પણ આપઘાત કરી લીધો

News18 Gujarati
Updated: December 14, 2019, 12:45 PM IST
પતિએ આપઘાત કરતા, પત્નીએ પાંચ વર્ષની દીકરીની હત્યા કરીને પોતે પણ આપઘાત કરી લીધો
આપઘાત કરી લેનાર પરિવાર

ભરત જે પરિવાર સાથે નોઇડા સેક્ટર 128 સ્થિત જે.પી. પેવેલિયન કોર્ટમાં રહેતો હતો. તે ગોવિંદપુર સ્થિત એક કંપનીમાં જનરલ મેનેજર હતો.

  • Share this:
નોઇડા : દેશની રાજધાની નવી દિલ્હી સાથે જોડાયેલા ઉત્તર પ્રદેશના નોઇડામાં 12 કલાકની અંદર પરિવારના તમામ સભ્યોએ આપઘાત કર્યાનો બનાવ બન્યો છે. સૌથી પહેલા શુક્રવારે સવારે પતિએ દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પર ટ્રેન સામે કૂદીને આપઘાત કરી લીધો હતો. પતિના મોતના સમાચાર મળતા આઘાતમાં આવી ગયેલી તેની પત્નીએ પાંચ વર્ષની દીકરીની હત્યા કરીને પોતે પણ રાત થતાં થતાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.  આ ઘટનાથી સનસનાટી ફેલાઈ ગઈ હતી. મૃત વ્યક્તિની ઓળખ ભરત જે તરીકે થઈ છે. જ્યારે મૃત પત્નીનું નામ શ્રીરંજની અને દીકરીનું નામ જયશ્રીતા ભરત છે.

33 વર્ષીય ભરતનું મૂળ વતન ચેન્નાઈ હતું. આપઘાતના પ્રયાસ બાદ ભરત જેને તાત્કાલિક RML હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મોત થઈ ગયું હતું.

પ્રાપ્ત વિગત પ્રમાણે પોલીસ ભરત જેના આપઘાતના સમાચાર તેની પત્નીને આપ્યા હતા. જે બાદમાં શોકમાં ડૂબેલી પત્ની શ્રીરંજની તેના દિયર કાર્તિક જે સાથે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં પહોંચી હતી. સાંજે સાડા સાત વાગ્યે ત્યાંથી નોઇડાના સેક્ટર 128 સ્થિત પોતાના ઘરે પરત ફર્યા બાદ શ્રીરંજનીએ પોતાની પાંચ વર્ષની દીકરી જયશ્રીતાની હત્યા કરી પોતે પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો.

થાણા એક્સપ્રેસ-વે પોલીસે બંનેનાં મૃતદેહોનો કબજો લઈને પોસ્ટ મૉર્ટમ માટે મોકલી આપ્યા છે. જોકે, હજુ સુધી માતા-દીકરીના આપઘાતનું કારણ સામે નથી આવ્યું. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ભુવનેશ કુમારે જણાવ્યું કે ભરત જેએ 10 વર્ષ પહેલા શ્રીરંજની સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં.

મળતી માહિતી પ્રમાણે ભરત જે પરિવાર સાથે નોઇડા સેક્ટર 128 સ્થિત જે.પી. પેવેલિયન કોર્ટમાં રહેતો હતો. તે ગોવિંદપુર સ્થિત એક કંપનીમાં જનરલ મેનેજર હતો. ભરત જે આ પહેલા પાડોશી દેશ નેપાળમાં નોકરી કરતા હતા.

સર્કલ ઓફિસર સ્વેતાભ પાંડેયએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં જણાવ્યું કે, "આરબીએલ હોસ્પિટલ ખાતે મહિલાએ તેના પતિના મૃતદેહને ઓળખી કાઢ્યો હતો. હોસ્પિટલથી ઘરે પરત ફર્યાં મૃતકની પત્ની તેની દીકરી સાથે એક રૂમમાં પૂરાઈ ગઈ હતી. મૃતકને ભાઈએ અમને કહ્યું છે કે તેઓ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યાં હતાં."
First published: December 14, 2019, 12:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading