પત્ની બની કાળ! પતિને પહેલા ખુરશી સાથે બાંધ્યો, Electric Shock આપીને ઉતાર્યો મોતને ઘાટ

પોલીસે પૂછપરછ કરતાં પત્નીએ જણાવી ચોંકાવનારી બાબત (પ્રતીકાત્મક તસવીર- Reuters)

Viral News: દારૂડિયા પતિના ત્રાસથી કંટાળી પત્નીએ ભર્યું અંતિમ પગલું, ખુરશી સાથે બાંધી વીજળીના આંચકા આપતા થયું મોત

  • Share this:
બિકાનેર. રાજસ્થાન (Rajasthan)ના ચૂરૂ જિલ્લાની એક ખૂબ જ ખતરનાક ઘટના સામે આવી છે. એક પત્નીએ કથિત રીતે તેના પતિને કરંટ આપીને મોતને ઘાટ ઉતારી દીધો (Wife Killed Husband By Giving Electric Shock) છે. ઘટના બાદથી સમગ્ર પંથકમાં સનસની ફેલાઈ ગઈ છે. પોલીસ તપાસમાં પણ કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે.

શું છે સમગ્ર મામલો?

આ ઘટના બાદ પીડિત પતિ મહેન્દ્રદાન ચારણ (Mahendra Dan Charan) ને બિકાનેરની હોસ્પિટલ (Bikaner Hospital)માં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો નથી. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. આરોપી પત્ની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પીડિત પતિએ જણાવ્યું હતું કે, તે જ્યારે કામ પરથી પરત ફર્યો ત્યારે તેની પત્ની સુમને તેને જમવાનું આપ્યું હતું. જમતા જમતા અચાનક તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને તે બેભાન થઈ ગયો. રાત્રે અચાનક કરંટનો ઝટકો વાગતા તેણે જોયું કે તે ખુરશી પર હતો અને તેના પગ તારથી બાંધેલા હતા. પીડિત પતિએ તેની પત્ની પર આરોપ મૂક્યો હતો કે, તેની પત્નીએ તેને મારી નાંખવાની નિયતથી કરંટના ઝટકા આપી રહી હતી અને તે ફરીથી બેભાન થઈ ગયો.

ત્યારબાદ આરોપી પત્નીએ તેના પતિના ભાઈ કમલ અને પિતા દેવીદાનને ફોન કર્યો હતો. તેણે જણાવ્યું કે તેના પતિને કરંટ લાગ્યો છે. ત્યારબાદ મહેન્દ્રદાન ચારણને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.

આ પણ વાંચો, Dharamshala Double Suicide: રૂમ નંબર 405, સુસાઇડ નોટ અને વાયરલ ઓડિયો

પતિને જમવામાં ઘેરની દવા આપી, બેભાન થતાં ખુરશી સાથે બાંધી આપ્યો કરંટ

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે, રાત્રે લગભગ 9 વાગ્યે પતિ કામથી પોતાના ઘરે પરત ફર્યો હતો. જ્યારે તે ઘરે પહોંચ્યો તો તેની પત્નીએ તેને જમવાનું આપ્યું, જેમાં તેણે બેભાન થવાની દવા મેળવેલી હતી. જ્યારે પતિ બેભન થઈ ગયો તો પત્નીએ તેને ખુરશી પર બેસાડીને તેના હાથ-પગ બાંધી દીધા અને પછી તેના પગમાં વીજળીનો કરંટ આપ્યો.

આ પણ વાંચો, Taliban Terror Photos: એક સપ્તાહના તાલિબાન રાજમાં અફઘાનિસ્તાનની જિંદગી થઈ બરબાદ

પોલીસની પૂછપરછમાં શું ખુલાસો થયો?

પોલિસની પૂછપરછમાં આ સમગ્ર મામલે કેટલાક ખુલાસા થયા છે. આરોપી પત્નીએ જણાવ્યું કે, તેનો પતિ દારૂડિયો (Drunken Husband) હતો. તે તેની સાથે મારઝૂડ કરતો હતો અને ખરાબ ખરાબ ગાળો (Abuse) બોલતો હતો. આ તમામ બાબતોના કારણે તે ખૂબ જ પરેશાન હતી. થોડાક દિવસ પહેલા તેના પતિએ દારૂ પીને તેના ભાઈ સાથે ઝઘડો કર્યો હતો. આ કારણોસર તે ખૂબ જ નારાજ હતી અને તે તેના પતિ સાથે બદલો લેવા માંગતી હતી. પત્ની સુમન પર તેના પતિને મારી નાંખવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
First published: