જમ્મુ-કાશ્મીર : આતંકીઓના ફાયરિંગમાં મહિલાનું મોત, એક વ્યક્તિ ઘાયલ

જમ્મુ-કાશ્મીરના પુલવામા, શિપિયાન, કુલગામ અને અનંતનાગ જિલ્લામાં મોટાભાગે આતંકીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

News18 Gujarati
Updated: June 5, 2019, 11:15 AM IST
જમ્મુ-કાશ્મીર : આતંકીઓના ફાયરિંગમાં મહિલાનું મોત, એક વ્યક્તિ ઘાયલ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 5, 2019, 11:15 AM IST
શ્રીનગર : બુધવારે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના એક ગામ ખાતે અજાણ્યા વ્યક્તિએ બંદૂકથી ફાયરિંગ કરતા એક મહિલાનું મોત થયું છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ હુમલા પાછળ આતંકીઓનો હાથ છે.

જમ્મુ-કાશ્મીર પોલીસ તરફથી કરવામાં આવેલા ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે, "આતંકીઓએ નાગરિકો પર કરેલા ફાયરિંગમાં નગીના બાનોનું મોત થયું છે, જ્યારે મોહમદ સુલતાન નામનો યુવક ઘાયલ થયો છે. પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે અને હાલ તપાસ કરવામાં આવી રહી છે."

નગીના બાનોના પતિનું પણ 2017ના વર્ષમાં આવી જ રીતે એક ફાયરિંગમાં મોત થયું હતું.

નોંધનીય છે કે આ વર્ષના પહેલા પાંચ મહિના દરમિયાન સુરક્ષા દળોએ તેમને મળેલી ગુપ્ત માહિતીના આધારે 101 આતંકીઓનો સફાયો કર્યો છે. 2018ના વર્ષમાં પહેલા પાંચ મહિના દરમિયાન 70 આતંકીઓનો જ્યારે 2017ના વર્ષના પ્રથમ પાંચ મહિનામાં 57 આતંકીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો હતો.

જમ્મુ-કાશ્મીરના પુલવામા, શિપિયાન, કુલગામ અને અનંતનાગ જિલ્લામાં મોટાભાગે આતંકીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
First published: June 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...