હૈદરાબાદ : નિર્મલ જિલ્લાના બસરામાં એક મહિલા તેના બે બાળકોને લઈને ગોદાવરી નદીમાં કૂદીને ઝંપલાવ્યું હતુ. નદીમાંં ઝંપલાવનાર મહિલાની ઉમર 27 વર્ષ છે જેનુ નામ મનસા છેે, જેમાં તે તેના 8 વર્ષીય પુત્ર બાલા આદિત્ય અને 5 વર્ષની પુત્રી ભવ્યશ્રીને લઈને આત્મહત્યા કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર મનસા તેના બાળકોને શાળામાંથી લઈને નદી કિનારે પહોંચી હતી. તેણે પોતાની સ્કૂલ બેગ નદી કિનારે રાખી હતી અને ત્રણેય નદીમાં કૂદી પડ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. કેટલાક માછીમારોએ તેમના મૃતદેહ જોયા બાદ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
જે બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભેંસા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. સર્કલ ઈન્સ્પેક્ટર વિનોદ અને સબ ઈન્સ્પેક્ટર મહેશે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
મનસા મહબૂબનગર જિલ્લાના કોસગી મંડલની વતની છે અને તે નિઝામાબાદ જિલ્લામાં શોપિંગ મોલમાં કામ કરતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એવુ જાણવા મળ્યું છે કે, તેના પતિનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હતું અને તેણે આર્થિક સમસ્યાના કારણે આત્મહત્યા કરી હતી.
Published by:Sachin Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર