કરુણ ઘટના! મહિલાએ બે બાળકો સાથે નદીમાં લગાવી મોતની છલાંગ, પતિએ જણાવ્યું કારણ

નદીમાં છલાંગ લગાવનાર મહિલાની તસવીર

Jharkhand news: ઝારખંડમાં બાળકો સાથે (Jharkhand crime news) મહિલા સવારના સમયે પોતાના ઘરેથી બે બાળકો સાથે નીકળી હતી. અને ખરકઈ નદીમાં (woman jump into river) કૂદી ગઈ હતી.

 • Share this:
  જમશેદપુરઃ ઝારખંડના (Jharkhand news) જમશેદપુરમાં મહિલાએ (Jamshedpur news) બે બાળકો સાથે નદીમાં છલાંગ લગાવી હતી. મહિલા સવારના સમયે પોતાના ઘરેથી બે બાળકો સાથે નીકળી હતી. અને ખરકઈ નદીમાં કૂદી (woman jump into river with kids) ગઈ હતી. ઘટનાની જાણ થતાં પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચીને ત્રણે લાશોને શોધી હતી. મહિલાની ઓળખ કદમાના રામજનમનગરની રહેનારી સંતોષી સરદારના રૂપમાં થઈ હતી.

  સંતોષી પોતાના બે બાળકો 4 વર્ષની પુત્રી મનીષા અને એક વર્ષના પુત્ર મનિષ સાથે ખરખાઈનદીમાં કૂદીને પોતાનો જીવ આપવાની કોશિશ કરી હતી. ઘટના શુક્રવારે સાંજે 4.30 વાગ્યાની હોવાનું માનવામાં આવે છે.

  ઘટનાની જાણ થતાં ટીમ પહોંચીને લાશની શોધખોળ કરી રહી છે. ચાર દિવસ સતત થઈ રહેલા વરસાદના કારણે ખરકઈ નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. આવી સ્થિતિમાં ત્રણેના જીવતા રહેવાની સંભાવના ખુબ જ ઓછી છે.

  મહિલાના પતિ ગોવર્ધન સરદારે જણાવ્યું હતું કે તેની પત્નીની માનસિક સ્થિતિ સારી ન હતી. તે નાની નાની વાત ઉપર ઝઘડો કરવા લાગી હતી. શુક્રવારે સવારે બાળકો સાથે નદીમાં છલાંગ લગાવી હતી.

  કદમા પોલીસે નદી પાસે આવેલા પોલીસ સ્ટેશનને જાણ કરી દીધી છે. ખરકઈ નદી આગળ જઈને બે ફાંટામાં વહેચાઈ જાય છે. આ અંગે પોલીસ પતિ સાથે વધુ પૂછપરછ કરી રહી છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં થયેલી હત્યાનો આરોપી રાજા કેવટ ઝડપાયો, માથાભારે રાજાનો આવો છે ગુનાહિત ઇતિહાસ

  કદમા પોલીસ સ્ટેશન ઈન્ચાર અનિલ કુમારે જણાવ્યું હતું કે સંતોષી માનસિક રુપથી બીમાર હતી. આ પહેલા પણ તે કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી જતી હતી શુક્રવારે સવારે તે ચુપચાપ ઘરેથી નીકળી ગઈ હતી. અને બાળકો સાથે નદીમાં છલાંગ લગાવી દીધી હતી.

  આ પણ વાંચોઃ-શરમજનક કિસ્સોઃ પતિએ પત્ની સાથે સતત અપ્રાકૃતિક શરીર સંબંધ બનાવવાનું શરું કર્યું, કારણ કે...

  ઉલ્લેખનીય છે કે મહિલાઓ ઉપર કોઈના કોઈ કારણોસર અત્યાચાર વધતા હોય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં મહિલાઓ કંટાળીને આત્મહત્યા જેવું પગલું ભરતા હોય છે. અત્યારે દહેજનું દુષણ સમાજમાં વર્તાઈ રહ્યું છે. પરંતુ ઝારખંડમાં એક માતાએ પોતાના એક પુત્રી અને પુત્ર સાથે નદીમાં મોતનો કૂદકો માર્યો હતો. આ ઘટનામાં પતિએ તેની માનસિક સ્થિતિ સારી ન હોવાનું કારણ આગળ ધરી દીધું હતું પરંતુ સાચી હકીકત તો પોલીસ પોતાની કડક પૂછપરછ અને આગળની કાર્યવાહીમાં સામે આવશે. ત્યાર બાદ મહિલાની આત્મહત્યાનું રહસ્ય ઉકેલાશે.
  Published by:ankit patel
  First published: