કરુણ ઘટના! બે વર્ષની પુત્રી સાથે ચોથા માળથી મહિલાએ લગાવી છલાંગ, બંનેના કમકમાટી ભર્યા મોત

કરુણ ઘટના! બે વર્ષની પુત્રી સાથે ચોથા માળથી મહિલાએ લગાવી છલાંગ, બંનેના કમકમાટી ભર્યા મોત
મૃતક મહિલાની તસવીર

પ્રીતિ બહુમાળી ઈમારતના ચોથા માળે પોતાની બે વર્ષની પુત્રી અને પતિ સાથે રહેતી હતી. માનવામાં આવી રહ્યું છે કે પ્રીતિના પરિવારમાં થોડા દિવસોથી ઝઘડા ચાલતા હતા.

  • Share this:
    ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં (Ghaziabad in Uttar Pradesh) એક મહિલાએ પોતાની બે વર્ષની પુત્રી સાથે ચોથા માળેથી (woman jumped from 4th floor) નીચે ઝંપલાવ્યું હતું. સ્થાનિક લોકોએ ઘટનાની જાણકારી પોલીસને આપી હતી. સાથે જ મહિલા અને તેની બાળકીને સારવાર માટે હોસ્પિટલ (hospital) લઈને પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. પોલીસ લાશોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમાં મોકલી આપી હતી. અને બીજી તરફ ઘટનાની તપાસ શરૂ કરી હતી.

    મળતી માહિતી પ્રમાણે ગાઝિયાબાદના ટીલા મોડ વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે કંઈ પડવાનો ભારે અવાજ આવ્યો હતો. જેને સાંભળીને લોકો બહાર દોડી આવ્યા હતા અને અવાજની દિશામાં પહોંચ્યા હતા. સ્થળ ઉપર જઈને જોયું તો લોકો ચોંકી ગયા હતા.



    અહીં બે વર્ષની બાળકી અને એક મહિલા નીચે પટકાયેલી હાલતમાં પડ્યા હતા. બંને લોહીથી લથપથ હતા. સ્થળ ઉપર હાજર લોકોએ ઘટનાની જાણ પોલીસને આપી હતી. અને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

    આ પણ વાંચોઃ-

    વધુ મળતી માહિતી પ્રમાણે મૃતકનું નામ પ્રીતી હતું. મૃતકના પરિવારજનો દહેજ હત્યાની આશંકા વ્યક્ત કરતા ફરિયાદ નોંધાવી છે. પોલીસ મૃતકના પરિવારના લોકોની ફરિયાદના આધારે તપાસ હાથધરી છે.

    પ્રીતિ બહુમાળી ઈમારતના ચોથા માળે પોતાની બે વર્ષની પુત્રી અને પતિ સાથે રહેતી હતી. માનવામાં આવી રહ્યું છે કે પ્રીતિના પરિવારમાં થોડા દિવસોથી ઝઘડા ચાલતા હતા.



    ઉલ્લેખનીય છે કે અત્યારના આધુનિક જમાનામાં પણ દહેજ પ્રથાનું દૂષણ ચાલું છે. કહેવાતા ભદ્ર સમાજમાં પણ દહેજ પ્રથા હજી પણ અસ્તિત્વ ધરાવે છે. જેના પગલે અનેક મહિલાઓએ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરવું પડતું હોવાની અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા છે. ગાઝિયાબાદમાં બનેલી આ ઘટનામાં પણ દહેજપ્રથાના કારણે મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હાવની આશંક સેવાઈ રહી છે.
    Published by:ankit patel
    First published:December 27, 2020, 22:08 pm

    ટૉપ ન્યૂઝ