મહિલાના ફોન પર ઘરે પહોંચી પોલીસ, હકીકત જાણીને ઉડી ગયા પોલીસના હોશ

News18 Gujarati
Updated: December 7, 2019, 8:44 PM IST
મહિલાના ફોન પર ઘરે પહોંચી પોલીસ, હકીકત જાણીને ઉડી ગયા પોલીસના હોશ
પ્રતિકાત્મક તસવીર

ઘટનાની ગંભીરતાને સમજી પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મહિલના ઘરમાંથી ધૂમાડા નીકળતા જોયા હતા. પરંતુ મહિલા ઘરમાં ન્હોતી.

  • Share this:
ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સુલતાનપુરમાં (Sultanpur) એક એવી ઘટના બની છે જેના વિશે જાણીને ભલભલાના હોશ ઉડી જાય. પોલીસને (police) ફોન (call) કર્યા બાદ મહિલાએ કૂવામાં કૂદીને આત્મહત્યા (suicide) કરવાનો પ્રયત્ન કર્યો હતો. સુલતાનપુર જિલ્લાના ધમ્મોરાપોલીસ સ્ટેશનમાં અઝિયાઉરદેઈ ગામમાં એક મહિલાએ પીઆરવી પોલીસને ફોન કરીને જાણકારી આપી હતી કે તેમના સાસરીવાળા તેને મારી રહ્યા છે. આટલું કહીને મહિલાએ ફોન કટ કરી દીધો હતો.

ઘટનાની ગંભીરતાને સમજી પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મહિલના ઘરમાંથી ધૂમાડા નીકળતા જોયા હતા. જોક, ઘરમાં મહિલા ન્હોતી. પીઆરબી પોલીસે ગ્રામજનોની મદદથી આગ ઓલવી હતી.

ભારે શોધખોળ કર્યાબાદ ફોન કરનાર મહિલાની ભાળ મળતી ન્હોતી. થોડા સમય પછી ગામ લોકોએ પોલીસે જાણ કરી કે ફોન કરનાર મહિલા કૂવામાં કૂદી ગઈ છે. પીઆરબી પોલીસે મહિલાને કૂવામાંથી બહાર કાઢી હતી. પોલીસને કોલ કરનાર મહિલા ધર્મરાજની પત્ની માધુરી હતી. મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે પીઆરબીના હેડ ઓપરેટર અમિત કુમાર પાન્ડેયની ભારે જહેમત બાદ મહિલાને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસ આ અંગે વધુ તપાસ ધરી રહી છે. અને મહિલાની હાલત સ્થિર હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
First published: December 7, 2019, 8:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading