દારૂડિયા પતિથી કંટાળેલી પત્નીએ નેઇલ ગનથી ફટકારીને કરી દીધી હતી, આવી રીતે ખુલી પોલ

News18 Gujarati
Updated: March 22, 2020, 3:37 PM IST
દારૂડિયા પતિથી કંટાળેલી પત્નીએ નેઇલ ગનથી ફટકારીને કરી દીધી હતી, આવી રીતે ખુલી પોલ
પતિની હત્યા કરીને પત્નીએ તેને દુર્ઘટનામાં ખપવવાનો પ્રયાસ કર્યો, પોલીસ પૂછપરછમાં સામે આવ્યું તથ્ય

પતિની હત્યા કરીને પત્નીએ તેને દુર્ઘટનામાં ખપવવાનો પ્રયાસ કર્યો, પોલીસ પૂછપરછમાં સામે આવ્યું તથ્ય

  • Share this:
ન્યૂયોર્કઃ અમેરિકાના યૂટાહ પ્રાંતમાં એક મહિલાએ પોતાના પતિને માત્ર એટલા માટે મારી નાખ્યો કારણે કે તે રોજ દારૂ પીતો હતો. મહિલા અને તેના પતિની વચ્ચે દારૂ પીવાને લઈ પહેલા પણ ઝઘડા થતા રહેતા હતા પરંતુ ગત 11 માર્ચે પત્નીએ પતિની હત્યા કરી દીધી.

ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, પોલીસને પુરાવા મળ્યા છે કે 30 વર્ષીય વેરોનિકા વિજ્કારાએ પોતાના પતિ કાર્લોસ વિજ્કારાની નેઇલ ગન (ખિલી થોકવાનું મશીન)થી ફટકારીને હત્યા કરી દીધી.

પતિ દારૂડિયો હતો એટલે મારી નાખ્યો

વેરોનિકાએ શરૂઆતમાં આ સમગ્ર ઘટનાને એક દુર્ઘટનાનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો, જોકે કાર્લોસના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી પોલીસને શંકા ગઈ અને પછી વેરોનિકાએ પોતાનો ગુનો કબૂલી દીધો. વેરોનિકાએ પોલીસને જણાવ્યું કે કાર્લોસ દારડિયો હતો અને તે બંનેની વચ્ચે આ વાતને લઈ અનેકવાર ઝઘડા થઈ ચૂકયા હતા.

તપાસમાં સામે આવ્યું કે કાર્લોસ દારૂ પીવાના કારણે બીમાર પણ પડી ચૂક્યો હતો અને આલ્કોહોલ અબ્યૂઝના ગુનામાં 4 મહિના જેલમાં પણ જઈ આવ્યો હતો. જોકે, કાર્લોસની બહેને પોલીસને જણાવ્યું કે તેનો ભાઈ દારૂ ચોકકસ પીતો હતો પરંતુ તે એક સારો માણસ હતો.

આ પણ વાંચો, Nirbhaya case: ફાંસી પહેલા મુકેશ અને વિનયે કહ્યું, અમારી આ બે વસ્તુઓ સાચવીને રાખજોઆવી રીતે ખુલી પોલ

મૂળે, પહેલા વેરોનિકાએ પોલીસને કહ્યું હતું કે કાર્લોસનું મોત દુર્ઘટનામાં થઈ ગયું છે. કાર્લોસ દારૂ પીને ઘરે આવ્યો અને તેને મારી રહ્યો હતો. આ દરમિયાન બચાવમાં તેને ઈજા થઈ અને તેનું મોત થઈ ગયું. જોકે તપાસમાં ઊંધી કહાણી સામે આવી છે. કાર્લોસને ઓળખનારાઓ સાથે જ્યારે પોલીસે પૂછપરછ કરી તો તેઓએ કહ્યું કે તેઓ દારૂ પીતા હતા પરંતુ મારપીટ કરે તેવી વ્યક્તિ નહોતા.

ત્યારબાદ પોલીસને શંકા ગઈ અને તપાસમાં સામે આવ્યું કે વેરોનિકા પોતે પણ દારૂ પીને પોતાના બાળકો અને પતિ પર હુમલો કરવાના ગુનામાં જેલ જઈ ચૂકી છે. બાદમાં વેરોનિકાએ કબૂલ્યું કે કાર્સોસના દારૂ પીવાથી તે ગુસ્સામાં હતી અને તેને નેઇલ ગનથી ફટકારીને તેની હત્યા કરી દીધી હતી.

આ પણ વાંચો, Nirbhaya Case: ફાંસી ઘરમાં જમીન પર સૂઈ ગયા ચારેય દોષી, વાંચો અંતિમ ક્ષણોની સમગ્ર કહાણી
First published: March 22, 2020, 3:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading