લિંગાયત સંપ્રદાયના 45 વર્ષીય મહંત બસવલિંગા સ્વામી સોમવારે કર્ણાટકના રામનગર જિલ્લાના કાંતુગલ મઠમાં તેમના રૂમની બારીની ગ્રિલમાં લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. આ બાદ, તેમની એક સુસાઈડ પણ સામે આવી છે.
રામનગરઃ કર્ણાટકમાં સોમવારે આત્મહત્યા કરનાર 45 વર્ષીય લિંગાયત સાધુ 'હની ટ્રેપ'નો શિકાર બન્યા હતા. એક મહિલાએ તેની સાથે 'અશ્લીલ વીડિયો કોલ' કર્યા હતા અને તેને બ્લેકમેલ કરવામાં આવી રહી હતા. તપાસકર્તાઓએ જણાવ્યું કે, સુસાઈડ નોટમાં મઠ સાથે સંબંધિત બે નામ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલાએ તેના ફોનના સ્ક્રીન-રેકોર્ડિંગ ફંક્શનનો ઉપયોગ કરીને સાધુ સાથેની અંગત પળોને રેકોર્ડ કરી હતી. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, સુસાઈડ નોટમાં તેણે લખ્યું છે કે, "એક અજાણી મહિલાએ મારી સાથે આ બધું કર્યું છે."
એક તપાસ અધિકારીએ કહ્યું કે, "મહિલા અને અન્ય કેટલાક લોકોએ સાધુને ધમકી આપી હતી કે, તેઓ ચાર અશ્લીલ વીડિયો જાહેર કરશે. અમારી પાસે લીડ છે કે આ લોકો કોણ છે." તમને જણાવી દઈએ કે, લિંગાયત સંપ્રદાયના મહંત બસવલિંગા સ્વામી સોમવારે કર્ણાટકના રામનગર જિલ્લાના કાંતુગલ મઠમાં તેમના રૂમની બારીની ગ્રીલ સાથે લટકેલા મળી આવ્યા હતા. મહંત બસવલિંગા સ્વામી કાંતુગલ મઠના મુખ્ય મહંત હતા. સંતે બે પાનાની સુસાઈડ નોટ છોડી છે. જેમાં તેણે લખ્યું છે કે, કેટલાક લોકો તેને હેરાન કરી રહ્યા હતા.
પજવણી કરનારાઓ મહંતને તેમના પદ પરથી હટાવવા માંગતા હતા. બસવલિંગા સ્વામી છેલ્લા 25 વર્ષથી કાંતુગલ મઠના મુખ્ય મહંત હતા. કુદુર પોલીસ સ્ટેશનમાં અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં લિંગાયત સંપ્રદાય ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈ પણ આ સંપ્રદાયમાંથી આવે છે. પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા પણ આ સંપ્રદાયના છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર