આઘાતજનક કિસ્સો: પરિણીતા ફાંસીએ લટકી રહી હતી અને સાસરિયાના લોકો વીડિયો ઉતારતા હતા!

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

પુત્રવધૂના આપઘાત બાદ સાસરિયાઓએ એવું કહીને વીડિયો વાયરલ કર્યો હતો કે આપઘાતમાં અમારો કોઈ હાથ નથી!

 • Share this:
  લખનઉ: દહેજની માંગ અને સાસરિયાઓના ત્રાસથી દરરોજ કેટલીય પરિણીતા મોત વહાલું કરી લેતી હોય છે. ઉત્તર પ્રદેશમાંથી એક એવો બનાવ સામે આવ્યો છે જેણે આખી માનવજાતને શરમમાં મૂકી છે. અહીં એક પરિણિતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ સમયે સાસરિયાના લોકો હાજર હતા. સાસરિયાના લોકોએ પરિણીતાને આપઘાત કરતા રોકવાને બદલે વીડિયો ઉતાર્યો હતો. એટલું જ નહીં, આપઘાત બાદ આ વીડિયો વાયરલ પણ કર્યો હતો. પરિણીતા જ્યારે ઘરની અંદર લટકી રહી હતી ત્યારે સાસરિયાના લોકો બહાર ટોળે વળીને આ ઘટનાને નજર સામે જોઈ રહ્યા હતા. આપઘાત બાદ સાસરિયાઓએ એવું કહીને વીડિયો વાયરલ કર્યો હતો કે આપઘાતમાં અમારો કોઈ હાથ નથી!

  આ અંગે સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કોમલ નામની મહિલા આપઘાત માટેની તૈયારી કરી રહી છે. આ દરમિયાન તેને સાસરિયાના લોકો બહાર ઊભા હોય છે. કોમલ પોતાના સ્ટોલથી ફાંસો બાંધે છે, ઉપરાંત તે છૂટી ન જાય તેની ચકાસણી પણ કરે છે. મહિલા જ્યારે ફાંસીએ લટકી જાય છે ત્યારે વીડિયોમાં એક વ્યક્તિને એવું કહેતો સાંભળવામાં આવે છે કે, "તેણી જાતે જ આપઘાત કરી રહી છે." એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં જે વ્યક્તિનો અવાજ સંભળાઈ રહ્યો છે તે પરિણીતાનો સસરો છે.

  આ પણ વાંચો: Explained: શું તમે કોરોના પોઝિટિવ થઈને સાજા થઈ ગયા છો? જાણો શું ધ્યાન રાખશો

  પીડિત મહિલાના પરિવારના લોકોએ આક્ષેપ લગાવ્યો છે કે, દીકરીના સાસરિવાળા ઘણા સમયથી દહેજ માટે ત્રાસ આપી રહ્યા હતા. આ જ કારણે તેણીએ આપઘાત કરી લીધો છે. કોમલ અને આશિષના 2019માં લગ્ન થયા હતા.

  આ પણ વાંચો: રાજકોટનો પ્રેરણાદાયી કિસ્સો: સમાચારને પ્રાધાન્ય આપવાના બદલે મીડિયાકર્મીએ કોરોના દર્દીની કરી મદદ

  કોમલના પિતા અનિલ કુમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, "લગ્ન વખતે મેં પાંચ લાખ રૂપિયા અને એક બાઇક આપ્યું હતું. આટલું આપવા છતાં દીકરીના સસરા દેવેન્દ્ર, માતા સવિતા અને ભાઈ સચિન ખુશ ન હતા. છ મહિના પહેલા તેમણે કોમલને ઢોર માર મારીને ઘરની બહાર કાઢી મૂકી હતી. ગામના લોકોએ મધ્યસ્થી કરીને તેણીને ઘરે મોકલી હતી."

  આ પણ વાંચો: અમદાવાદ: 'અહીં કેમ ઉભા છો? જતા રહો નહીં તો સારું નહીં થાય,' યુવકે પોલીસને ગાળો ભાંડી

  ફરિયાદમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "બે મહિના પહેલા તે લોકોએ 1.20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે જો તેઓ દહેજ નહીં આપી શકે તો તેઓ આશિષના લગ્ન બીજી છોકરી સાથે કરી દેશે. ચારેય લોકોએ સાથે મળીને મારી દીકરીની હત્યા કરી છે."

  આ પણ વાંચો: લૉકડાઉનમાં નોકરી ગુમાવતા BPO કંપનીમાં કામ કરતો યુવક બની ગયો મેલ એસ્કોર્ટ, પત્નીને ખબર પડી તો આવી આફત

  આ કેસમાં પોલીસે મૃતકના સાસુ અને સસરાની ધરપકડ કરી લીધી છે, જ્યારે પતિ અને તેનો દીયર ફરાર થઈ ગયા છે. આશિષ અને તેના પરિવારના લોકો સામે ઇન્ડિયન પીનલ કોડની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે હાલ આ મામલે વધારે તપાસ શરૂ કરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: