Home /News /national-international /

બિહારઃ પટનાના વ્યસ્ત રોડ પર ડોક્ટરની પત્ની સાથે ગેંગરેપ, સગીર પુત્રીની છેડછાડ

બિહારઃ પટનાના વ્યસ્ત રોડ પર ડોક્ટરની પત્ની સાથે ગેંગરેપ, સગીર પુત્રીની છેડછાડ

    પટનાઃ બુધવારે સાંજે પટનામાં અમુક બદમાશોએ એક 35 વર્ષીય મહિલા સાથે ગેંગરેપ કર્યો હતો, જ્યારે તેની સગીર દીકરી સાથે છેડછાડ કરી હતી. શહેરના વ્યસ્ત ગણાતા રફિગંજ-ગયા રોડ પર આ બનાવ બન્યો હતો. બદમાશોની આ ગેંગ આટલેથી અટકી ન હતી અને તેણે બે સ્ટુડન્ટ્સને પણ ફટકાર્યા હતા અને તેની પાસે રહેલી રોકડ અને મોબાઇલ ફોનની લૂંટ ચલાવી હતી.

    ડોક્ટર જ્યારે તેની પત્ની અને દીકરી સાથે મોટરસાઇકલ પર જઈ રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે 10 જેટલા લોકોના ટોળાએ ડોક્ટરના વાહનને રોક્યું હતું અને તેના હાથ અને પગ બાંધી દીધા હતા. બાદમાં યુવકની પત્ની સાથે ગેંગરેપ કર્યો હતો અને તેની દીકરી સાથે પણ છેડછાડ કરી હતી. બદમાશોએ તેની પત્ની અને દીકરી સાથે છેડછાડ કર્યા પહેલા ડોક્ટરને નજીકના ખેતરમાં ફેંકી દીધો હતો. ઘટના બની હતી ત્યારે ડોક્ટર તેના પરિવાર સાથે ઘરે પરત ફરી રહ્યો હતો.

    ગયાના સિનિયર સુપ્રિન્ટેન્ડેટ ઓફ પોલીસ રાજીવ મિશ્રાએ ન્યૂઝ 18 સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, "અમે સોનીધી ગામ કે જ્યાં બનાવ બન્યો હતો તેની આસપાસને અનેક ઘરમાં દરોડા કર્યા હતા. અમે શંકાના આધારે 20 જેટલા યુવકોની ઓળખ કરી છે."

    પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું હતું કે, "મહિલાના જણાવ્યા પ્રમાણે અજાણ્યા લોકોએ તેમના બાઇકને અટકાવ્યું હતું. પરિવારે તેમને રોકડ સહિતની વસ્તુઓ આપી દેવાની વાત કરી હતી. પરંતુ હુમલાખોરોએ મહિલાના પતિના હાથપગ બાંધીને તેને નજીકના ખેતરમાં ફેંકી દીધો હતો. હુમલાખોરોએ શારીરિક શોષણ કરીને ભાગી જતા પહેલા માતા અને પુત્રીને ઝાડ સાથે બાંધી દીધા હતા."

    પોલીસના જણાવ્યા પ્રમાણે મેડિકલ પરીક્ષણ માટે માતા અને પુત્રીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દરમિયાન ડોક્ટરની દીકરીએ તસવીર પરથી તેની સાથે હેવાનિયતભર્યું કૃત્ય કરનાર બે લોકોને ઓળખી લીધા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gangrape, Molestation, Patana, Woman, દીકરી, બિહાર

    આગામી સમાચાર