Home /News /national-international /મહિલા સાથે નિર્ભયા જેવી ક્રૂરતા, બળાત્કાર બાદ પ્રાઈવેટ પાર્ટમાં સળીયો નાખ્યો, રસ્તામાં ફેંકીને આરોપીઓ ફરાર

મહિલા સાથે નિર્ભયા જેવી ક્રૂરતા, બળાત્કાર બાદ પ્રાઈવેટ પાર્ટમાં સળીયો નાખ્યો, રસ્તામાં ફેંકીને આરોપીઓ ફરાર

મહિલા સાથે નિર્ભયા જેવી ક્રૂરતા

gang rap:દિલ્હીથી નજીક આવેલા ગાઝિયાબાદમાં 40 વર્ષની મહિલાએ 5 લોકો પર ગેંગરેપ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે કેસ નોંધી લીધો છે. પોલીસના અનુસાર, મહિલાનો આરોપીઓ સાથે પ્રોપર્ટી વિવાદ ચાલી રહ્યો છે અને બંને પક્ષોનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. અત્યારે ગેંગરેપની ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે.

વધુ જુઓ ...
    દિલ્હીથી નજીક આવેલા ગાઝિયાબાદમાં 40 વર્ષની મહિલાએ 5 લોકો પર ગેંગરેપ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે કેસ નોંધી લીધો છે. પોલીસના અનુસાર, મહિલાનો આરોપીઓ સાથે પ્રોપર્ટી વિવાદ ચાલી રહ્યો છે અને બંને પક્ષોનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. અત્યારે ગેંગરેપની ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે.

    મહિલાની ફરિયાદ પર પોલીસે FIRમાં 5 લોકોના નામ નોંધ્યા છે, જેમાંથી ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અત્યારે દરેક એંગલથી કેસની તપાસ કરી રહી છે. FIRમાં આરોપીઓના નામ દીનુ, શાહરૂખ, જાવેદ, ધોલા અને ઔરંગજેબ છે.

    ભાઈએ એ રાતની આખી વાત કહી


    મહિલાના ભાઈએ કહ્યું- ઘટના 16 ઓક્ટોબરની છે. બહેન મારી બર્થડે પાર્ટીમાં આવી હતી. પાર્ટી પત્યા પછી હું રાત્રે 9.30 વાગ્યે દિલ્હી આશ્રમ રોડ નંદગ્રામ હાઈવે તેને મૂકવા ગયો હતો, જ્યાં બહેન રિક્ષાની રાહ જોઈ રહી હતી. રાત્રે 11.30 વાગ્યે ભાણિયાએ ફોન કરી જણાવ્યું કે મમ્મી ઘરે પહોંચી નથી. ત્યાર પછી મેં તપાસ કરી પણ કંઈ માહિતી મળી નહીં.

    આ પણ વાંચોઃ Himachal Assembly Elections: ભાજપે 11 ધારાસભ્યોનું પત્તું કાપ્યું, 2 મંત્રીઓની સીટ બદલી

    ગાઝિયાબાદ પોલીસના અનુસાર, 18 ઓક્ટોબરની સવારે લગભગ 3.30 વાગે નંદગ્રામ પોલીસને UP-112 દ્વારા સૂચના મળી કે આશ્રમ રોડ પર એક મહિલા પડી છે, તરત પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મહિલાને હોસ્પિટલ લઈ ગઈ, પૂછપરછમાં મહિલાએ જણાવ્યું કે તે દિલ્હીના નંદ નગરીની રહેવાસી છે. ગાઝિયાબાદ પોલીસના અનુસાર, મહિલાએ જણાવ્યું કે, એક દિવસ પહેલા ગાઝિયાબાદમાં પોતાના ભાઈનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા આવી હતી, જ્યારે ભાઈએ મને પાછી મૂકવા આવ્યો ત્યારે તેને ત્યાંથી કેટલાક લોકો લઈ ગયા, જેઓ પહેલાથી જ તેને ઓળખતા હતા. પહેલા મહિલાએ જણાવ્યું હતું કે 2 લોકો હતા, બાદમાં જણાવ્યું કે 5 લોકો હતા. તે તમામે તેની સાથે ગેંગરેપ કર્યો છે.

    સ્વાતિ માલીવાલે ગાઝિયાબાદ પોલીસને મોકલી નોટિસ


    દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વીટ કરીને કહ્યું, દિલ્હીની યુવતી ગાઝિયાબાદથી મોડી રાત્રે પરત ફરી રહી હતી, ત્યારે તેને જબરદસ્તી ગાડીમાં ઉઠાવી લઈ ગયા. મહિલાની સાથે 5 લોકોએ 2 દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો અને તેના પ્રાઈવેટ પાર્ટમાં લોંખડનો સળિયો નાખ્યો હતો. હોસ્પિટલમાં જીંદગી અને મોત વચ્ચે લડી રહી છે.

    પ્રાઈવેટ પાર્ટમાં લોંખડનો સળિયો નાખવાની વાતને પોલીસ ના પાડી રહી છે
    સ્વાતિ માલીવાલના આ આરોપો પર ગાઝિયાબાદ પોલીસે પોતાની પ્રતિક્રિયા આપી છે. મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં લોંખડનો સળિયો નાખવામાં આવ્યો હોવાની વાતને પોલીસ નથી માની રહી. પોલીસનું કહેવું છે કે ટંગ ક્લીનર મળ્યું છે અને નંદગ્રામ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે, આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, આ કેસને લઈને તપાસ ચાલી રહી છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Delhi Crime, Gangrape, Ghaziabad, Ghaziabad Police

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन