ગુંટુરઃ અત્યારે કોરોના કાળમાં (coronavirus ) લોકોના વ્યવસાય ધંધા પડી ભાગ્યા છે ત્યારે લોકો પોતાના જૂના ધંધા છોડીને નવા નવા ધંધા શરૂ કર્યા છે. જ્યારે કેટલાક લોકો ગુનાખોરીના માર્ગે પણ જતા હોય છે. ગુજરાતમાં (Gujarat) અનેક યુવકોએ કોરોનામાં પોતાનો ધંધો બંધ થતાં દારૂનો વેપાર (liquor business) શરૂ કર્યો હોવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. પરંતુ આંધ્ર પ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાને પોલીસે પકડી પાડી હતી. જે સાડીના વેપાર (saree business) હેઠળ દેહવ્યાપારનો (prostitution) ધંધો ચલાવી હતી.
મળતી માહિતી પ્રમાણે પોલીસે ગુંટુર જિલ્લામાં આવેલી વેશ્યાગીરી ગેંગની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કર્યા છે. વેશ્યાવૃત્તિનો ધંધો ચલાવતી મેનેજરની સાથે ત્રણ મહિલાઓ અને ત્રણ વિધવા મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી.
ગુન્ટુર એ.ટી. અગ્રહરામ ઝીરો લાઇનની રહેવાસી શેઠ લાલબી ઉર્ફે શ્રીલક્ષ્મી ઘરે શ્રીલક્ષ્મી મેચિંગ સેન્ટર નામનો એક નાનો કપડા સ્ટોર ચલાવે છે. દસ વર્ષ પહેલા તેણે શ્રીનિવાસ રાવ સાથે લગ્ન કર્યા હતા, જે ખાનગી ટ્રાવેલ્સમાં નોકરી કરે છે. પહેલેથી જ વૈભવી જીવન જીવવાની આદી શ્રીલક્ષ્મી સરળ પૈસા કમાવવાની લાલચથી મેચિંગ સેન્ટરની આડમાં વેશ્યાવૃત્તિમાં ચલાવતી હતી.
પોલીસ ડમી ગ્રાહક તરીકે દુકાન ઉપર આવી હતી. ત્યારે મહિલાએ પોલીસને ભ્રામક શબ્દોમાં લલનાની લાલચ આપી હતી. મહિલા નાના કુટુંબની મહિલાઓ જેમણે પોતાના પતિ ગુમાવ્યા છે. જેમની પરિસ્થિતિ ખરાબ છે તેવી મહિલાઓ પાસેથી દેહવ્યાપારનો ધંધો કરાવતી હતી. મહિલા વિધવા મહિલાઓની મજબૂરીનો લાભ લઈને વેશ્યાવૃત્તિમાં ધકેલતી હતી.
આ અંગેની જાણ થતાં શહેર પોલીસે આ મહિનાની 17મી તારીખે અતિ અગ્રહારામના તેના નિવાસસ્થાન પર દરોડો પાડ્યો હતો અને આયોજક શ્રીલક્ષ્મીની સાથે ત્રણ અન્ય યુવતીઓ અને ત્રણ અન્ય લોકોની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી 5,000 હજાર રૂપિયા રોકડા, ત્રણ ટુ વ્હીલર્સ અને ત્રણ સેલફોન કબજે કર્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ બધા ગુંટુર કોર્ટમાં હાજર હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર