ગુડગાંવઃ 22 વર્ષની મહિલાને પતિની નજર સામે કાર બહાર ખેંચી જઈને રેપ

News18 Gujarati
Updated: January 23, 2018, 11:31 AM IST
ગુડગાંવઃ 22 વર્ષની મહિલાને પતિની નજર સામે કાર બહાર ખેંચી જઈને રેપ
પ્રતિકાત્મક તસવીર

ઘટના સ્થળેથી ફરાર થતા પહેલા ચારેય લોકોએ મહિલા અને તેના પતિને આ અંગે પોલીસ ફરિયાદ ન કરવાની ધમકી પણ આપી હતી.

  • Share this:
ગુંડગાવઃ હરિયાણામાં ફરી એક વખત બળાત્કારનો શરમજનક બનાવ પ્રકાશમાં આવ્યો છે. અહીં એક 22 વર્ષીય મહિલા પર તેના પતિની નજર સામે જ બળાત્કાર કરવામાં આવ્યો હતો. રવિવારે રાત્રે બનેલા આ બનાવમાં પોલીસ ચાર લોકોની ધરપકડ કરી છે. મહિલા સાથે રેપ કરવામાં આવ્યો ત્યારે તેના પતિ અને તેના દિયરને બંદૂકની અણીએ પકડી રાખવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે પરિવાર એક પ્રસંગમાંથી તેના દિયરની કારમાં પરત ફરી રહ્યો હતો. ટોઈલેટ જવા માટે પરિવાર કાર સેક્ટર 56ના બિઝનેસ પાર્ક ખાતે થોભાવી હતી. મહિલાનો પતિ ટોઈલેટ માટે કારની બહાર નીકળ્યો હતો. આ જ સમયે બે કારમાં સવાર ચાર લોકો તેમની પાસે આવ્યા હતા. કારમાં સવાર ચારેય લોકો દારૂના નશામાં હતા. ચારેય લોકોએ કાર અહીં કેમ ઉભી રાખી છે તેવો પ્રશ્ન કરીને મહિલાના પતિ સાથે મારપીટ શરૂ કરી હતી.

કારની અંદર એક મહિલા હોવાનું જાણ્યા બાદ ચારમાંથી એક વ્યક્તિ મહિલાને કારની બહાર ખેંચી ગયો હતો. તેને એક બસમાં લઈ જઈને તેના પર રેપ કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે એક વ્યક્તિ મહિલા પર રેપ કરી રહ્યો હતો ત્યારે બાકીના ત્રણેય લોકોએ બંદૂકની અણીએ તેના પતિ અને દિયરને પકડી રાખ્યા હતા.

ઘટના સ્થળેથી ફરાર થતા પહેલા ચારેય લોકોએ મહિલા અને તેના પતિને આ અંગે પોલીસ ફરિયાદ ન કરવાની ધમકી પણ આપી હતી. જોકે, મહિલાનો પતિ કારનો નંબર નોંધવામાં સફળ રહ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલા સાથે રેપ કરનાર વ્યક્તિ વોટર ટેન્કર સપ્લાયર છે.

પોલીસ ઓફિસરના જણાવ્યા પ્રમાણે ગુડગાંવના સોહના નજીક આવેલા જ્હોલકા ગામ ખાતેથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નોંધનીય છે કે હરિયાણામાં છેલ્લા થોડા દિવસોથી મહિલાઓ સામે આવા ગુનાઓની સંખ્યા ઉત્તરોતર વધી છે. તાજેતરમાં જ એક યુવતીની રેપ બાદ ખૂબ જ ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી.
First published: January 23, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading