Home /News /national-international /પુજારીએ મંદિરમાંથી મહિલાને ઢસડીને બહાર કાઢી, ભગવાનને પતિ માનીને બાજુમાં બેસવા માગતી હતી, જુઓ વાયરલ વીડિયો
પુજારીએ મંદિરમાંથી મહિલાને ઢસડીને બહાર કાઢી, ભગવાનને પતિ માનીને બાજુમાં બેસવા માગતી હતી, જુઓ વાયરલ વીડિયો
મહિલાને મંદિરમાંથી ઢસડીને બહાર કાઢવામાં આવી
મહિલાને મંદિરમાંથી ઢસડીને બહાર લઈ જવામાં આવી રહી છે. વીડિયોમાં જોવા મળે છે કે મહિલાને લાત અને થપ્પડો મારવામાં આવી રહી છે અને ઢસડીને મંદિરની બહાર લઈ જવામાં આવી રહી છે.
કર્ણાટક. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બેંગલુરુમાં એક મહિલાને મંદિરમાંથી ઢસડીને બહાર લઈ જવામાં આવી રહી છે. વીડિયોમાં જોવા મળે છે કે મહિલાને લાત અને થપ્પડો મારવામાં આવી રહી છે અને ઢસડીને મંદિરની બહાર લઈ જવામાં આવી રહી છે. મંદિરના પૂજારીએ પોલીસને જણાવ્યું કે મહિલા ભગવાનને પોતાનો પતિ બતાવીને ગર્ભગૃહમાં તેમની બાજુમાં બેસવાની જીદ કરી રહી હતી.
આ સમગ્ર ઘટના લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરની છે. વાયરલ વીડિયો 44 સેકન્ડનો છે, જેમાં જોઈ શકાય છે કે જ્યારે મહિલા મૂર્તિ પાસે બેસવાની જીદ કરે છે, ત્યારે મંદિરનો પૂજારી તેના વાળ પકડીને, લાતો અને મુક્કા મારીને તેને મંદિરની બહાર ખેંચી રહ્યા છે. થપ્પડ પણ મારે છે. જ્યારે મહિલાએ મંદિરમાં પ્રવેશવા માટે વારંવાર ઊભી થઈને મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે તો પુજારી તેને થપ્પડ મારે છે.
મંદિરની બહાર લઈ જઈને તેને ફરીથી માર મારે છે. આ હોવા છતાં તે ઉઠીને મંદિરની અંદર જવાનો પ્રયાસ કરે છે, ત્યારે ગેટ પાસે ઉભેલા પૂજારી તેને રોકે છે. આ દરમિયાન તે વ્યક્તિ એક ડંડો લઈને આવે છે અને તે મહિલાને ત્યાંથી ભગાડી દે છે.
#Bengaluru shocking video of a temple staff member, thrashing a woman and then dragging her out of the temple. case registered against the accused. preliminary investigation suggest that lady was claiming that she is wife of Lord Venkateshwara and wanted to sit next to the idol. pic.twitter.com/0HdikegCsT
મંદિરના પૂજારી મુનીકૃષ્ણાએ પોલીસને જણાવ્યું કે મહિલાએ દાવો કર્યો કે ભગવાન વેંકટેશ્વર તેના પતિ છે અને ગર્ભગૃહમાં મૂર્તિની બાજુમાં બેસવા માગતી હતી. જ્યારે તેની જીદ માનવામાં ન આવી ત્યારે તેણે પૂજારી પર થૂંકી દીધું, ત્યારબાદ તેને ત્યાંથી જવા માટે કહેવામાં આવ્યું. જ્યારે મહિલા માનવા તૈયાર ન થઈ તો તેને માર માર્યો અને ઢસડીને બહાર લઈ જવામાં આવી.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર