Home /News /national-international /‘એક દૂજે કે લીયે’; પત્નીએ સાત ફેરાનાં વચનો નિભાવ્યાં, 70 વર્ષની ઉંમરમાં કિડની ડોનેટ કરી પતિને નવજીવન આપ્યું
‘એક દૂજે કે લીયે’; પત્નીએ સાત ફેરાનાં વચનો નિભાવ્યાં, 70 વર્ષની ઉંમરમાં કિડની ડોનેટ કરી પતિને નવજીવન આપ્યું
કિડની ડોનેટ કરી પત્નીએ પતિને નવજીવન આપ્યું
wife donates kidney: દેશભરમાં ઘણા લોકો કિડનીની સમસ્યાથી પીડિત છે. કિડની સંપૂર્ણ રીતે ફેલ થવા પર લોકો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે. લાખોનો ખર્ચ, ડૉક્ટરોની વારંવાર મુલાકાત.આ બધી પરેશાનીઓ વચ્ચે એક સામાન્ય માણસ ભાંગી પડે છે. અમે તમારા માટે આવી જ એક ઈમોશનલ સ્ટોરી લઈને આવ્યા છીએ. પતિ-પત્નીની આ કહાની વાંચી તમારી આંખોમાં આસુ આવી જશે.
દેશભરમાં ઘણા લોકો કિડનીની સમસ્યાથી પીડિત છે. કિડની સંપૂર્ણ રીતે ફેલ થવા પર લોકો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે. લાખોનો ખર્ચ, ડૉક્ટરોની વારંવાર મુલાકાત.આ બધી પરેશાનીઓ વચ્ચે એક સામાન્ય માણસ ભાંગી પડે છે. અમે તમારા માટે આવી જ એક ઈમોશનલ સ્ટોરી લઈને આવ્યા છીએ. પતિ-પત્નીની આ કહાની વાંચી તમારી આંખોમાં આસુ આવી જશે.
પતિ-પત્ની બંનેની ઉંમર 70 વર્ષ કરતા વધારે છે. કિડની ફેલ થવાને કારણે તેમને વારંવાર ડાયાલિસિસ કરાવવું પડતું હતું. તમને જણાવી દઈએ કે ડાયાલિસિસ એક એવી સારવાર છે જેમાં મશીનની મદદથી લોહીને ફિલ્ટર કરવામાં આવે છે. જ્યારે તમારી કિડની તેનું કામ નથી કરી શકતી તો તે તમારા લોહીને શુદ્ધ કરે છે. ઘણા લોકોને દર અઠવાડિયે ડાયાલિસિસ કરાવવું પડે છે. આવી સ્થિતિમાં આખરે વૃદ્ધ પત્નીએ જાતે જ પોતાની કિડની દાન કરવાનો નિર્ણય લીધો.
Dad had to undergo 98 dialysis sessions and mom waited for 5-6 hours with him 3 days a week in here. Then she donated her kidney to save him and now they are both out of this misery. I dont know of a better love story. pic.twitter.com/LyIEEqVQxC
પોતાના પિતાની કિડની ફેલ થયા બાદ એક વ્યક્તિએ ટ્વિટર પર આખી કહાની શેર કરી છે. તેણે લખ્યું કે તેના પિતા અઠવાડિયામાં ત્રણ દિવસ ડાયાલિસિસ કરાવતા હતા. તેની માતા આ પ્રક્રિયા માટે પાંચથી છ કલાક રાહ જોતી હતી. બાદમાં તેણે જીવ બચાવવા માટે પોતાની કિડની દાન કરી હતી.
ડોક્ટર્સનો આભાર
લિયો નામના આ વ્યક્તિએ કહ્યું કે તેના માતા-પિતા બંનેની ઉંમર લગભગ 70 વર્ષ છે. તેણે લખ્યું, 'વૃદ્ધાવસ્થાના કારણે, ડૉક્ટરોને 2 મહિના પછી આગળ વધવા માટે તમામ વિભાગોમાંથી મંજૂરી મળી. તેણે કેરળના કોચીમાં ડૉકટરોનો તેમની કાર્યક્ષમતા માટે આભાર માન્યો. તેણે અંગદાન અંગે જાગૃતિની જરૂરિયાત પર પણ પ્રકાશ પાડ્યો હતો.
અંગદાન જરૂરી છે
તેણે ડૉ. કમલેશ અને તેમની ટીમની પ્રશંસા કરી હતી. તેણે લખ્યું, 'આપણે અંગદાન માટે વધુ જાગૃતિની જરૂર છે. તેમણે આ ટ્રાન્સપ્લાન્ટ માટે રૂ. 15,0000 કરતા ઓછા ચૂકવ્યા હતા અને 99 ટકા ખર્ચ વીમા કંપનીએ ઉઠાવ્યો હતો.
લોકો ઈમોશનલ થઈ ગયા
હ્રદયને સ્પર્શી જતી આ કહાનીથી લોકો ભાવુક થઈ ગયા. એક યુઝરે કહ્યું, “વાહ! પ્રેમની કેવી અવિશ્વસનીય કહાની છે!" એક અન્ય યુઝરે લખ્યું, , "તમારા માતા-પિતા હવે સ્વસ્થ થઈ રહ્યા છે તે જાણીને આનંદ થયો. તમને અભિનંદન આશીર્વાદ.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર