VIDEO: જિમમાં સાડી પહેરીને જબરદસ્ત રીતે કસરત કરતી ભાભીનો વીડિયો વાયરલ થયો
જિમમાં સાડી પહેરીને કસરત કરતા ભાભીનો વીડિયો વાયરલ
ઈંસ્ટાગ્રામ reenasinghfitness પર એક એવો વીડિયો શેર કર્યો છે. જ્યાં એક મહિલા સાડી પહેરીને જિમ પહોંચી અને તે ખૂબ વર્કઆઉટ કરતી જોવા મળે છે. સાડી જેવા કપડામાં મહિલા એવી એવી કસરતો કરે છે, જે કોઈ વિચારી પણ ન શકે.
ફિટનેશ અને સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક લોકો ખાવા-પીવા ઉપરાંત જિમમાં વર્કઆઉટને પણ ખૂબ મહત્વ આપે છે. પણ જિમ માટે લોકો ટાઈટ્સ, શોર્ટ્સ અથવા ટી શર્ટ, લોઅર પહેરતા જોયા હશે, કારણ કે, આ કપડામાં કસરત કરવું અને જિમમાં અલગ અલગ મશીનોનો ઉપયોગ કરવામાં સરળતા રહે છે. પણ એક મહિલા એવી છે, જે જિમમાં પણ પોતાના પરંપરાગત વસ્ત્રો પહેરીને આવે છે અને તેને જોઈને લોકો પણ હેરાન થઈ જાય છે.
ઈંસ્ટાગ્રામ reenasinghfitness પર એક એવો વીડિયો શેર કર્યો છે. જ્યાં એક મહિલા સાડી પહેરીને જિમ પહોંચી અને તે ખૂબ વર્કઆઉટ કરતી જોવા મળે છે. સાડી જેવા કપડામાં મહિલા એવી એવી કસરતો કરે છે, જે કોઈ વિચારી પણ ન શકે. આ જ કારણ છે કે, મહિલાની મહેનત જોઈને લોકોનો પરસેવો છુટી ગયો હતો અને આ વીડિયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 4 લાખથી વધારે લાઈક્સ મળી ચુક્યા છે.
સાડીમાં જિમમાં પહોંચેલી મહિલાનો કોન્ફિડેન્સ ગજબનો હતો. પણ એવું લાગી રહ્યું હતું કે, આખુ વર્ષ સાડીમાં જ વર્કઆઉટ કરતી રહે છે. તેથી જ તો તેનું બેલેન્સ જબરદસ્ત છે. શરીર પર સાડી અને પગમાં સારા મેચિંગ પિંક સ્પોર્ટ્સ શૂઝ શૂટ થઈ રહ્યા છે. પણ એટલું તો નક્કી છે કે, સાડીમાં વર્કઆઉટ કરનામાં તેને થોડી વધારે મહેનત કરવી પડતી હતી. લોકોને મહિલાનો આ અંદાજ અને કોન્ફિડેન્સ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને 4 લાખથી વધારે વ્યૂઝ અને લાઈક્સ મળી ચુક્યા છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર