રૂમમાં ઊંઘી રહેલી માતા અને તેના બે બાળકોને સાપ કરડ્યો, માતાનું મોત, બાળકો હોસ્પિટલમાં

રૂમમાં ઊંઘી રહેલી માતા અને તેના બે બાળકોને સાપ કરડ્યો, માતાનું મોત

Woman Dies After Snake Bite- સાપ કરડવાની ઘટના પછી પરિવારે મકાનની અંદર ફરી રહેલા સાપને શોધ્યો હતો અને તેને મારી નાખ્યો હતો

 • Share this:
  બૂંદી, રાજસ્થાન : રાજસ્થાનના (rajasthan)બૂંદી જિલ્લાના હાથીખેડા ગામમાં રાતે ઊંઘમાં એક પરિવારમાં માતા સહિત ત્રણ બાળકોને ઝેરીલો સાપ કરડ્યો (Woman Dies After Snake Bite)હતો. જેમાં માતાનું મોત થયું છે. જ્યારે ત્રણ બાળકો બેભાન થઇ ગયા છે. તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. રાત્રે એક વાગે થયેલી ઘટના દરમિયાન બાળકો સાથે રૂમમાં ઊંઘી રહેલી નિર્મલાએ સાપ કરડવાની સૂચના પરિવારજનોને આપી હતી. નિર્મલા સહિત તેની પાસે ઊંઘી રહેલા ચાર બાળકોમાંથી ત્રણ બાળકોને ઉલ્ટીઓ થવા લાગી હતી. આ કારણે પરિવારજનો દ્વારા કોટાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન નિર્મલાનું મોત થયું છે. જ્યારે બાળક પ્રદીપ, મહિપ અને સોનાક્ષીની સારવાર ચાલી રહી છે.

  ઘટનાના સંબંધમાં પીડિત પરિવારના સભ્યો અને સંબંધીઓ પાસે મળેલી જાણકારી પ્રમાણે નિર્મલા પોતાના પુત્ર પ્રદીપ, પુત્રી સોનાક્ષી, સમીક્ષા અને મહિપ સાથે ઊંઘી રહી હતી. આ દરમિયાન રાતના 1 વાગે તે રૂમમાં સાપ આવ્યો હતો અને નિર્મલાને કરડ્યો હતો. આ દરમિયાન નિર્મલાને દર્દ થયું તો તેણે લાઇટ કરીને જોયું તો સાપ રૂમમાંથી બહાર નીકળતો જોયો હતો. નિર્મલાએ સાપ કરડવાની જાણકારી પરિવારજનોને આપી હતી.

  આ પણ વાંચો - સરકારના આ કાર્ડને મફતમાં બનાવો, 5 લાખ રૂપિયાનો ફાયદો મળશે, જાણો કેવી રીતે બનશે

  સાપ કરડવાની ઘટના પછી પરિવારે મકાનની અંદર ફરી રહેલા સાપને શોધ્યો હતો અને તેને મારી નાખ્યો હતો. જે પછી નિર્મલા સહિત તેના પુત્ર-પુત્રી અને ભત્રીજાઓને ઉલ્ટીઓ થવા લાગી અને તબિયત બગડવા લાગી હતી. પરિવારજનો સારવાર માટે કોટા લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન નિર્મલાનું મોત થયું છે. બાળકોની સારવાર ચાલી રહી છે.
  Published by:Ashish Goyal
  First published: