કાયરો : મિસ્ર (Egypt)ની રાજધાની કાયરોમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એપાર્ટમેન્ટમાં રહેતી એક યુવતી તેના પુરૂષ મિત્રને ફ્લેટમાં લઈ આવી હતી. પરંતુ આ બાબત તેના મકાનમાલિક અને પડોશીઓને પસંદ ન આવી. બધા ભેગા થયા અને યુવતીના ઘરે જઈ બધાએ તેની સાથે માર પીટ કરી અને તેને છઠ્ઠા માળેની બાલ્કનીમાંથી નીચે ફેંકી દઈ મારી નાખી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ મહિલાથી નારાજ હતા કેમ કે, તે કોઈ પુરુષ મિત્રને પોતાની સાથે લઈ આવી હતી.
બાલ્કનીમાંથી નીચે ફેંકી દેતાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ કેસની નોંધ લઈ પોલીસે મહિલાના મકાનમાલિક, ડોરમેન અને એક પાડોશીની ધરપકડ કરી છે. ત્યારે, ધરપકડ કર્યા પછી, મહિલાના મકાનમાલિકે તેના પરના તમામ આક્ષેપોને સંપૂર્ણપણે નકારી દીધા છે. તેમનું કહેવું છે કે, મહિલાએ આત્મહત્યા કરી છે. તેણીએ આવું કર્યું કારણ કે, તે માનસિક સમસ્યાથી પરેશાન હતી.
આ ઘટના બાદ, ઇજિપ્તમાં મહિલા અધિકારો માટે કામ કરી રહેલા કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી છે. તેઓ લાંબા સમયથી ઇજિપ્તમાં મહિલાઓના અધિકાર માટે લડતા રહ્યા છે. કારણ કે ઇજિપ્તની સ્ત્રીઓ વિશે ઘણા કડક નિયમો છે. લગ્ન કર્યા વિના પુરુષને મળવું સમાજમાં શરમજનક માનવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા ઇજિપ્તમાં કેટલાક નવા કાયદા પસાર કરવામાં આવ્યા હતા, જે મુજબ મહિલાઓના અધિકાર માટે કામ કરતા ઘણા કાર્યકરો તેનો વિરોધ કરી રહ્યા છે. આ કાયદાઓને લીધે, ઇજિપ્તની મહિલાઓ પુરુષની પરવાનગી વિના ઘરની બહાર નીકળી શકતી નથી. કાર્યકરો કહે છે કે, આવા કાયદાઓના કારણે ઇજિપ્ત 200 વર્ષ પાછળ પડી જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર