Home /News /national-international /દાતાર કોઈ'દી દૂબળો ન હોય! આ મહિલા પાસે ખાવાના પૈસા ન હોવાથી 500 રૂપિયા માગ્યા, અજાણ્યા લોકોએ 50 લાખ આપ્યા

દાતાર કોઈ'દી દૂબળો ન હોય! આ મહિલા પાસે ખાવાના પૈસા ન હોવાથી 500 રૂપિયા માગ્યા, અજાણ્યા લોકોએ 50 લાખ આપ્યા

ગિરિજા (ડાબેથી) સુભદ્રા (જમણેથી)(facebook)

સુભદ્રાની હાલત જોઈને ટીચર ભાવૂક થઈ ગઈ અને તેમણે સોશિયલ મીડિયા પર એક ક્રાઉડફંડિંગ અભિયાન શરુ કરી દીધું. જેથી થોડાક પૈસા ભેગા કરીને તેની મદદ કરી શકાય. કહેવાય છે કે, સોમવાર સુધીમાં સુભદ્રાને ક્રાઉડફંડિંગથી 54 લાખ 30 હજાર રૂપિયા ભેગા થઈ ચુક્યા હતા.

વધુ જુઓ ...
કેરલમાં આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલી એક મહિલાને અજાણ્યા લોકોએ દિલ ખોલીને મદદ કરી છે. સોશિયલ મીડિયા પર ક્રાઉડફંડિંગ દ્વારા મહિલાને 50 લાખથી પણ વધારે રૂપિયાનું ડોનેશન મળ્યું છે. તે પોતાના બાળકોના શિક્ષક પાસે 500 રૂપિયા ઉધાર માગવા ગઈ હતી. બાદમાં આ શિક્ષકે મહિલાની મદદ માટે ક્રાઉડફંડિંગ અભિયાન શરુ કર્યું હતું.

બીબીસીના એક રિપોર્ટ અનુસાર, 46 વર્ષની સુભદ્રાને પતિના મોત બાદ ભરણપોષણ માટે ભારે મહેનત કરવી પડી હતી. તેની પાસે બાળકોને ખવડાવવા માટે પૈસા પણ નહોતા. તેથી તેણે પોતાના બાળકોના મહિલા ટીચર પાસે 500 રૂપિયા ઉછીના માગ્યા હતા.

સુભદ્રાની હાલત જોઈને ટીચર ભાવૂક થઈ ગઈ અને તેમણે સોશિયલ મીડિયા પર એક ક્રાઉડફંડિંગ અભિયાન શરુ કરી દીધું. જેથી થોડાક પૈસા ભેગા કરીને તેની મદદ કરી શકાય. કહેવાય છે કે, સોમવાર સુધીમાં સુભદ્રાને ક્રાઉડફંડિંગથી 54 લાખ 30 હજાર રૂપિયા ભેગા થઈ ચુક્યા હતા.

સુભદ્રા નોકરી નથી કરી શકતી, કેમ કે તેમના ત્રણ સંતાનોમાંથી સૌથી નાનાને સેરેબ્રલ પાલ્સીની સમસ્યા છે. તેથી બાળકની સતત દેખરેખ માટે તેની જરુર પડે છે.


ગત શુક્રવારે સુભદ્રા સ્થાનિક સ્કૂલના ટીચર ગિરિજા હરિકુમાર પાસે મદદ માટે પહોંચી હતી. કારણ તેના બાળકોને ખવડાવવા માટે કંઈ જ હતું નહીં, સુભદ્રાની વાત સાંભળીને ગિરિજાએ તેને 1000 રૂપિયા આપ્યા. ત્યાર બાદ ટીચર ગિરિજા સુભદ્રાના ઘરે ગઈ અને જોયું સાચે જ ગરીબી આખા ઘરને ઘેરી વળી હતી.

રસોડામાં એક મુઠ્ઠી અનાજ પણ નહોતું


ગિરિજા કહે છે કે, રસોઈ ઘરમાં મુઠ્ઠીભર અનાજ પણ નહોતું અને બાળકો પાસે ખાવાનું કંઈ નહોતું. મેં વિચાર્યું કે, સુભદ્રાને 1000 રૂપિયાથી કંઈ નહીં થા. કેમ કે તેનાથી આખા પરિવારને કંઈ નહીં થાય. એટલા માટે ક્રાઉડ ફંડિંગ અભિયાન શરુ કર્યું. જેથી મોટી રકમ એકઠી કરી શકાય.

ગિરિજા હરિકુમારે સુભદ્રાના પરિવારની હાલત વિશે ફેસબુક પર એક પોસ્ટ લખી. આ પોસ્ટમાં તેણે લોકોને સુભદ્રાની મદદ કરવાની અપીલ કરી. પોસ્ટમાં સુભદ્રાના બેંક ખાતાની ડિટેલ પણ આપવામાં આવી હતી. જોત જોતામાં આ પોસ્ટ વાયરલ થઈ ગઈ અને સુભદ્રાના ખાતામાં 50 લાખથી વધારે રૂપિયા આવી ગયા. આ એ લોકો હતા જે સુભદ્રા કે ગિરિજા બંનેમાંથી કોઈને પણ જાણતા નહોતા, અજાણ્યા લોકોએ આ મદદ કરી હતી.
First published:

Tags: Donation, કેરલ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો