રુંવાડા ઊભા કરી દે એવી ઘટના! મહિલાની એક જ ભૂલ અને ઘંટીમાં આવી ગયું માથું, કમકમાટી ભર્યું મોત

રુંવાડા ઊભા કરી દે એવી ઘટના! મહિલાની એક જ ભૂલ અને ઘંટીમાં આવી ગયું માથું, કમકમાટી ભર્યું મોત
મહિલા અને ઘટના સ્થળી તસવીર

ઘઉં દળતા સમયે તેના ખુલ્લાવાળ હતા. આ દરમિયાન તેના વાળ ઘંટીમાં ફસાયા હતા. જેનાથી તેનું માથુ ઘંટી સાથે જોરથી ભટકાયું હતું.

 • Share this:
  પંજાબઃ ઘઉં દળવતા સમયે એક ભૂલથી મહિલાનું મોત થયાની કમકમાટી ભરી ઘટના સામે આવી છે. ઘઉં દળતી વખતે મહિલાએ ખુલ્લા વાળ (woman died in Accident) રાખ્યા હતા. જે ભૂલથી ઘંટીમાં આવી ગયા હતા. જેના કારણે તેનું માંથુ ઘંટીમાં આવી જતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પંજાબના ફિરોજપુરમાં (punjab firojpur) આ કમકમાટી ભરી ઘટના ઘટી છે.

  મળતી માહિતી પ્રમાણે ફિરોજપુરના સેંખવો ગામની રહેવાસી કુલદીપ સિંહે પોતાના ઘરે લોટની ઘંટી રાખી છે. તેઓ ઘરની બહાર હતા. જ્યારે તેમની પત્ની બલજીત કૌર ઘરમાં ઘંટીમાં ઘઉં દળી રહી હતી. માનવામાં આવી રહ્યું હતું કે ઘઉં દળતા સમયે તેના ખુલ્લાવાળ હતા. આ દરમિયાન તેના વાળ ઘંટીમાં ફસાયા હતા. જેનાથી તેનું માથુ ઘંટી સાથે જોરથી ભટકાયું હતું.  ઘટીં ઉપર જ્યારે એક યુવક ત્યાં આવ્યો તો તેણે મહિલાને લોહીલુહાણ હાલતમાં જોઈ હતી. આ જોઈને તેના હોશ ઉડી ગયા હતા. અને તેણે બુમો પાડી હતી. જેથી ગામના લોકોની ભીડ એકઠી થઈ હતી. લોકોએ લોહીથી લતપત બલજીતને હોસ્પિટલ લઈ ગયા હતા. હાલત ગંભીર જોતા ડોક્ટરોએ તેને જિલ્લા હોસ્પિટલ રિફર કરી હતી. જોકે, રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

  આ પણ વાંચોઃ-઼

  ઉલ્લેખનીય છેકે, ગુજરતના ગોંડલમાં પણ થોડા દિવસો પહેલા આવી જ એક ઘટના બની હતી. જેમાં ગોંડલના ગોમટા પાટીયા પાસે આવેલી ડુંગળીની ફેકટરીમાં કામ કરતી યુવતીનો દૂપટ્ટો મશીનમાં આવી જતાં ગળાફાંસો આવી જતા યુવતીનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ યુવતી મૂળ મધ્યપ્રદેશની વતની હતી અને રાજકોટ જિલ્લાના ગોંડલના ગોમટા પાટીયા પાસે આવેલી ડુંગળીની ફેક્ટરીમાં કામ કરી હતી. ત્યારે ગત મોડી રાતે આ અકસ્માત થયો હતો.

  આ પણ વાંચોઃ-

  ઘટનાની મળતી વિગત મુજબ ગોંડલના ગોમટાના પાટીયે આવેલી ડુંગળીની ફેક્ટરીમાં પરિવારજનો સાથે મજૂરી કરતી મૂળ મધ્યપ્રદેશની સવિતા ગંગારામ પંચાલ (ઉં.વ.19) રાતે 10 વાગ્યે કંપનીમાં મશીન પર કામ કરતી હતી. ત્યારે તેણે ઓઢેલો દૂપટ્ટો મશીનમાં ફસાઇને ખેંચાતાં ગળાફાંસો આવી જતાં બેભાન થઇ ગઇ હતી.  યુવતીને બેભાન હાલતમાં જ સારવાર માટે ગોંડલ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહીં મોત નીપજતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેના ભાઇ મુકેશના કહેવા મુજબ સવિતા પાંચ બહેન અને ત્રણ ભાઇમાં નાની હતી. હાલ તો સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. (તસવીરે હિન્દી એશિયાનેટ ન્યૂઝ)
  Published by:ankit patel
  First published:January 27, 2021, 22:08 pm

  ટૉપ ન્યૂઝ