Home /News /national-international /21 વર્ષ બાદ ટૉઈલેટમાંથી મળી ખોવાયેલી કિંમતી વસ્તુ, જેને જોતાં જ મહિલા ખુશીથી રડી પડી!
21 વર્ષ બાદ ટૉઈલેટમાંથી મળી ખોવાયેલી કિંમતી વસ્તુ, જેને જોતાં જ મહિલા ખુશીથી રડી પડી!
(ફાઇલ ફોટો)
મહિલા પ્રમાણે આ વીંટી તેના દિલની ખુબ જ નજીક હતી, તેથી તેણે વીંટી શોધવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ થઈ. હવે જ્યારે આશા ગુમાવ્યા પછી તેને વીંટી મળી, ત્યારે તેમની ખુશીનો કોઈ પાર ન રહ્યો. ખુશીથી તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.
દરેકના જીવનમાં કોઈને કોઈ વસ્તુ હોય છે, જે તેમની માટે ખૂબ જ કિંમતી હોય છે. કિંમતી વસ્તુઓની વેલ્યૂ ફક્ત તેમની કિંમત દ્વારા કરવામાં આવતી નથી, પણ તેની સાથે જોડાયેલી લાગણીઓ તેમને વધુ કિંમતી બનાવતી હોય છે. આ લાગણીઓ હીરા અને ઝવેરાતથી ઘણી ઉપર છે. એક મહિલાની આવી જ લાગણીસભર વસ્તુ 21 વર્ષ પહેલા ગુમ થઈ ગઈ હતી. તેને શોધવાના તમામ પ્રયત્નો પછી પણ જ્યારે તેને તે કિંમતી વસ્તુ મળી ન હતી, ત્યારે અંતે તે વસ્તુ ગુમ થઈ ગયી હોવાનું સમજીને તેણે સંતોષ માની લીધો હતો. પરંતુ ઘરમાં રિપેરિંગ દરમિયાન અચાનક તે કિંમતી વસ્તુને પાછી જોઈને મહિલા ભાવુક થઈને રડવા લાગી હતી.
અમેરિકાના ફ્લોરિડામાં રહેતી એક મહિલાની વીંટી 21 વર્ષ પહેલા ગુમ થઈ ગઈ હતી, જ્યારે તેને ટોઈલેટની સીટ બદલતી વખતે આ વીંટી પાછી મળી ત્યારે મહિલા ખુશીથી રડી પડી હતી. અસલમાં આ વીંટી હીરાની હતી. જે તેની સગાઈમાં તેને મળી હતી. પરંતુ લગ્નના બે દિવસ પહેલાં જ તે ગુમ થઈ ગઈ હતી. ઘણું શોધ્યા છતા વીંટી ન મળી હોવાથી આખરે વીંટી ગુમ થઈ ગઈ તેવું માની લીધું હતું.
21 વર્ષ પહેલા ખોવાયેલી તેની સગાઈની હીરાની વીંટી જોઈને મહિલા ભાવુક થઈ ગઈ, તે દિવસોની યાદો તાજી થઈ ગઈ (Sou.canva)
21 વર્ષથી ટોયલેટમાં છુપાયેલી હતી હીરાની વીંટી
ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, શાઈના ડે નામની એક મહિલા જે હાલમાં પોતાના ઘરમાં રિપેરિંગનું કામ કરાવી રહી હતી. ત્યારે તમણે વિચાર્યું કે તેઓ પ્લમ્બરને બોલાવશે અને ટોઇલેટ સીટ પણ બદલી નાંખશે, ત્યારબાદ ટોઇલેટ સીટ બદલવાનું કામ શરૂ થયું. આ દરમિયાન આંખો સામે કંઈક આવી ગયું, જેની આશા તેણે વર્ષો પહેલા ગુમાવી દીધી હતી. તેની સગાઈની વીંટી, જે 21 વર્ષ પહેલા ગુમ થઈ હતી, તે ટોયલેટ સીટમાં ફસાયેલી મળી આવી હતી. જે લગ્ન પહેલા ગાયબ થઈ ગઈ હતી. મહિલા પ્રમાણે આ વીંટી તેના દિલની ખુબ જ નજીક હતી, તેથી તેણે વીંટી શોધવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ થઈ. હવે જ્યારે આશા ગુમાવ્યા પછી તેને વીંટી મળી, ત્યારે તેમની ખુશીનો કોઈ પાર ન રહ્યો. ખુશીથી તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.
21 વર્ષ પહેલાં ગુમ થયેલી સગાઈની વીંટી મળવાથી મહિલા ખુશ
શાઈનાની સગાઈની વીંટી હીરાની હતી. આવામાં તે ખૂબ જ કિંમતી તો હતી જ, પરંતુ તેની સાથે ઘણી સુંદર યાદો પણ જોડાયેલી હતી. આ જ કારણ હતું કે વીંટી ગુમ થયા બાદ તે ખૂબ જ દુઃખી હતી. પરંતુ જ્યારે ટોયલેટના સમારકામ દરમિયાન તેને રિંગ પાછી મળી તો તે ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. જ્યારે તેણે તેના પતિને ગુમ થયેલ સગાઈની વીંટી બતાવી ત્યારે તેને પણ વિશ્વાસ ન થયો. બંને ફરી તેમની જૂની યાદોમાં ખોવાઈ ગયા જે એ સગાઈની વીંટી સાથે જોડાયેલી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર