Home /News /national-international /Priyanka Mishra Viral video: કમરમાં રિવોલ્વર ભરાવી મહિલા સિપાહીએ બનાવ્યો વીડિયો, ઇંસ્ટાગ્રામમાં શેર કરવો ભારે પડ્યો

Priyanka Mishra Viral video: કમરમાં રિવોલ્વર ભરાવી મહિલા સિપાહીએ બનાવ્યો વીડિયો, ઇંસ્ટાગ્રામમાં શેર કરવો ભારે પડ્યો

કમરમાં રિવોલ્વર ભરાવી મહિલા સિપાહીએ બનાવ્યો વીડિયો (તસવીર - સોશિયલ મીડિયા)

Constable Priyanka Mishra Viral Video- પ્રિયંકા મિશ્રા અંડર ટ્રેઇની મહિલા સિપાહી છે અને સતત વીડિયો બનાવીને ઇંસ્ટાગ્રામ પર શેર કરે છે

આગ્રા : સોશિયલ મીડિયાની (Social media)સનસની મહિલા સિપાહી પ્રિયંકાં મિશ્રા (Constable Priyanka Mishra)આખરે પોલીસ લાઇનમાં હાજર થઇ ગઈ છે. મહિલા સિપાહી પ્રિયંકા મિશ્રાને રિવોલ્વર સાથે વીડિયો (Priyanka Mishra)બનાવીને ઇંસ્ટાગ્રામ પર (priyanka mishra instagram)અપલોડ કરવો મોંઘો પડ્યો છે. વીડિયો વાયરલ થયા પછી એસએસપીએ પ્રિયંકા મિશ્રાને લાઇનમાં હાજર કર્યા છે. પ્રિયંકા અંડર ટ્રેઇની મહિલા સિપાહી છે અને તેના ઘણા વીડિયો (Viral video)સોશિયલ મીડિયા (Social media Viral video)પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. જોકે રિવોલ્વર સાથે એક વીડિયો તેને મોંઘો પડ્યો છે.

સોશિયલ મીડિયા પર ગીત અને મજાકિયા અંદાજમાં વીડિયો અપલોડ કરવો હવે સામાન્ય વાત થઇ ગઈ છે. જોકે આ હરકત એક જવાબદાર વ્યક્તિ કરે છે તો તેના પર કાર્યવાહી થાય છે. ખાસ કરીને પોલીસ ખાતામાં. આવી ઘટના આગ્રાના થાના એમએમ ગેટમાં તૈનાત મહિલા સિપાહી પ્રિયંકા મિશ્રા સાથે થઇ છે. પ્રિયંકા મિશ્રા અંડર ટ્રેઇની મહિલા સિપાહી છે અને સતત વીડિયો બનાવીને ઇંસ્ટાગ્રામ પર શેર કરે છે. આ સિવાય સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર અપલોડ કરે છે.

આ પણ વાંચો - Viral Video : મનપસંદ ગીત ના વાગ્યું તો ગુસ્સે થઇ દુલ્હન, એન્ટ્રી લેવાની ના પાડી, જુઓ

આ વીડિયો થયો વાયરલ

પ્રિયંકા મિશ્રાનો રિવોલ્વર સાથેનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પ્રિયંકા મિશ્રાએ રિવોલ્વર કમરમા લગાવેલી છે. આ પછી રિવોલ્વર હાથમાં લઇને કહે છે કે હરિયાણા ઔર પંજાબ તો બેકાર હી બદનામ હૈ, કભી આઓ ઉત્તર પ્રદેશ, રંગબાજી ક્યાં હોતી હૈ હમ તુમ્હે બતાતે હૈ. આ પ્રકારના બ્રેકગ્રાઉન્ડના ઓડિયોનો વીડિયો વાયરલ થયો છે.

એસએસપીએ તપાસ પછી એક્શન લીધા

અંડર ટ્રેનિંગ મહિલા સિપાહીના હાથમાં સરકારી રિવોલ્વર સાથે વાયરલ થયેલા વીડિયો પછી પોલીસ ખાતામાં હડકંપ મચી ગયો હતો. આ મુદ્દે તપાસ સીઓ કોતવાલી અર્ચના સિંહને આપવામાં આવી છે. એસએસપી મુનિરાજે જણાવ્યું કે તપાસ પછી મહિલા સિપાહીને લાઇન હાજર કરી છે. ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રિયંકા મિશ્રાના ઘણા વીડિયો છે. જેમાંથી કેટલાક વીડિયો વર્દી પહેરીને બનાવ્યા છે તો કેટલાક સિવિલ ડ્રેસમાં જોવા મળે છે. ઇંસ્ટાગ્રામ સહિત ઘણા પ્લેટફોર્મ પર વીડિયો હોવાથી પ્રિયંકા મિશ્રા સોશિયલ મીડિયા સનસની બની ગઈ છે.
First published:

Tags: Priyanka mishra, Social media, વાયરલ વીડિયો