મહિલાએ પોતાના બે ફૂલ જેવા બાળકોને કુવામાં ફેકી દીધા, પછી પોતે પણ કુદી ગઇ, CCTVમાં કેદ ઘટના

એક-એક કરીને પોતાના બે બાળકોને કુવામાં ફેંકવાના દ્રશ્યો ત્યાં લાગેલા સીસીટીવીમાં (CCTV)કેદ થઇ ગયા છે

suicide news - એક-એક કરીને પોતાના બે બાળકોને કુવામાં ફેંકવાના દ્રશ્યો ત્યાં લાગેલા સીસીટીવીમાં (CCTV)કેદ થઇ ગયા છે

 • Share this:
  પટના : બિહારની (bihar)રાજધાની પટના (Patna)પાસે આવેલ પાલીગંજ અનુમંડલના વિક્રમમાં એક મહિલાએ પોતાના બે નાના બાળકોને કુવામાં ફેંકી દીધા હતા. આ પછી મહિલાએ પોતે પણ કુવામાં કુદીને આત્મહત્યા (Suicide)કરી હતી. ઘટના અસપુરા લખ સ્થિત ધર્મકાંટા પાસેની છે. આ બધી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે. મહિલાની ઓળખ અત્યાર સુધી થઇ નથી. સૂચના મળવા પર ત્રણેય લાશને કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી. મૃતક મહિલાની ઉંમર લગભગ 25 વર્ષની છે. જ્યારે તેના બે બાળકોમાંથી એક બે વર્ષનું અને એક વર્ષનું હતું.

  એક-એક કરીને પોતાના બે બાળકોને કુવામાં ફેંકવાના દ્રશ્યો ત્યાં લાગેલા સીસીટીવીમાં (CCTV)કેદ થઇ ગયા છે. વીડિયોમાં જોવા મળે છે કે મહિલા પોતાના બે બાળકો સાથે કુવા પાસે પહોંચે છે અને પહેલા નાના બાળકને કુવામાં ફેંકે છે પછી બીજા બાળકને કુવામાં ફેંદી દેશે. આ પછી તે પોતે પણ કુવામાં કુદકો મારીને આત્મહત્યા કરી લે છે. સીસીટીવી ફૂટેજની તસવીર વિચલિત કરી શકે છે. સાથે એ પણ બતાવે છે કે એવી તો શું મજબુરી રહી હશે કે ફૂલ જેવા માસુમ બાળકોને કુવામાં નાખી દીધા.

  આ પણ વાંચો - પત્નીને હતી પતિના ગુપ્ત રોગના શિકાર હોવાની શંકા, ઠંડા પીણામાં ઝેર આપીને લઇ લીધો જીવ

  પતિએ પત્નીની ક્રુર રીતે કરી હત્યા

  હરિયાણાના સોનીપત જિલ્લાના તારાનગરમાં પતિએ પત્નીની ક્રુર રીતે હત્યા કરી છે. તારાનગરમાં રહેતા શત્રુદ્ધ નામના વ્યક્તિએ પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને તિક્ષણ હથિયારથી 30થી વધારે ઘા માર્યા હતા. જેના કારણે પત્નીનું મોત નિપજ્યું હતું. સોનીપત પોલીસે ઘટનાની સૂચના મળતા લાશને કબજામાં લીધી હતી અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી. હત્યાનો કેસ નોંધીને આગળની કાર્યવાહી શરુ કરી છે.

  આ પણ વાંચો - અમદાવાદ : યુવક અને યુવતી ભાગી ગયા પરંતુ જેલ જવાનો વારો આવ્યો પોલીસ કર્મીને

  જાણકારી પ્રમાણે સોનીપતના તારાનગરમાં રહેતા શત્રદ્ધ અને પત્ની પૂનમ વચ્ચે ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. શત્રુદ્ધને પોતાની પત્નીની ચારિત્ર્ય પર શંકા હતી કે તેના બહાર અવૈધ સંબંધ છે. જેના કારણે તેણે પોતાની પત્ની પૂનમના શરીર પર ધારદાર હથિયારથી 30થી વધારે ઘા કર્યા હતા. જેના કારણે પૂનમનું મોત થયું હતું.
  Published by:Ashish Goyal
  First published: