Home /News /national-international /પગનું ઑપરેશન કરવાનું હતું, ખોટા ઇન્જેક્શનને કારણે હાથ કાપવો પડ્યો- જાણો આખો કિસ્સો

પગનું ઑપરેશન કરવાનું હતું, ખોટા ઇન્જેક્શનને કારણે હાથ કાપવો પડ્યો- જાણો આખો કિસ્સો

જમણે મહિલા.

ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મહિલા તેના ઘરે પડી ગઈ હતી. આ દરમિયાન તેના પગનું એક હાડકું તૂટી ગયું હતું. પગના ઑપરેશન દરમિયાન ડૉક્ટરે મહિલાને ઇન્જેક્શન આપ્યું હતું. જેનાથી ઇન્ફેક્શન લાગવાને કારણે મહિલાનો હાથ કાપવો પડ્યો હતો.

પટના: બિહારના મુઝફ્ફરપુરમાં અજીબ કેસ સામે આવ્યો છે. અહીં એક પરિવારનો આક્ષેપ છે કે એક ખાનગી હૉસ્પિટલે (Private hospital) ઑપરેશન દરમિયાન મહિલાને ખોટી જગ્યાએ ઇન્જેક્શન (Injection) આપી દીધું હતું. આ કારણે મહિલાનો હાથ કાપવો પડ્યો હતો. 11 મહિના સુધી પટનાની એક હૉસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ મહિલા પોતાના ઘરે પહોંચી હતી. મહિલા પોતાના પરિવાર સાથે જ્યારે વળતર માટે હૉસ્પિટલ પહોંચી હતી ત્યારે તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. સાથે જ મારપીટ પણ કરવામાં આવી હતી.

આજતકમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે આ બનાવ બિહારના મુઝફ્ફરપુરના કરજા પોલીસ મથક હેઠળ આવતા બ્રહ્મપુરા વિસ્તારનો છે. અહીં એક મહિલાએ ખાનગી હૉસ્પિટલમાં સારવાર કરાવી હતી. મહિલા અને તેણીના પરિવારના લોકોએ ડૉક્ટર પર બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે. મહિલાનો આક્ષેપ છે કે પગના ઑપરેશનને બદલે તેણીએ પોતાનો હાથ કપાવવો પડ્યો હતો.

આ પણ વાંચો:  'હું તને એક થપ્પડ મારી દઈશ,' રખડતા શ્વાન મામલે મહિલા અને યુવક વચ્ચે જાહેરમાં તડાફડી

પીડિતાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે તેણી સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં ગઈ હતી. અહીં ડૉક્ટરે ખોટી રીતે સારવાર કરી હતી. જે બાદમાં એક હાથ કામ કરી રહ્યો ન હતો. આ અંગે ડૉક્ટરને વાત કરવામાં આવી તો મહિલાને કહેવામાં આવ્યું કે સારવારનો તમામ ખર્ચ હૉસ્પિટલ ઉઠાવશે અને તેણીને કુત્રિમ હાથ લગાવી આપશે. પરંતુ અનેક મહિનાઓ વિતવા છતાં ડૉક્ટરે કઈ કર્યું ન હતું. મહિલા ડૉક્ટરને મળવા ગઈ હતી ત્યારે તેના પુત્ર સાથે મારપીટ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ...ને પાર્સલ ચોર યુવતીનું ટોપ સરી પડ્યું, આખી ઘટના સિક્યુરિટી કેમેરામાં કેદ

મહિલાનો આક્ષેપ છે કે ડૉક્ટરની બેદરકારી બદલ તેણીએ હાથ ગુમાવવો પડ્યો છે. જે બાદમાં મહિલા વળતર મેળવવા માટે પરિવાર સાથે હૉસ્પિટલ ગઈ હતી. જ્યાં હૉસ્પિટલના સ્ટાફ અને મહિલાના પરિવારો વચ્ચે મારપીટ થઈ હતી. આ અંગે બ્રહ્મપુરા પોલીસ મથકને સૂચના આપવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને પક્ષને શાંત પાડ્યા હતા. જે બાદમાં મહિલાની લેખિત અરજી પરથી પોલીસે તપાસ શરૂ કરી છે.
" isDesktop="true" id="1079927" >

ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મહિલા તેના ઘરે પડી ગઈ હતી. આ દરમિયાન તેના પગનું એક હાડકું તૂટી ગયું હતું. પગના ઑપરેશન દરમિયાન ડૉક્ટરે મહિલાને ઇન્જેક્શન આપ્યું હતું. જેનાથી ઇન્ફેક્શન લાગવાને કારણે મહિલાનો હાથ કાપવો પડ્યો હતો.
First published:

Tags: Hand, Operation, Private-hospital, Woman, ગુનો, ડોક્ટર, પોલીસ