Home /News /national-international /બોડી બિલ્ડર મહિલાના પગમાં થતી ભયંકર પીડા, ડોક્ટરને બતાવ્યું તો, સામે આવ્યું ચોંકાવનારૂ સત્ય!
બોડી બિલ્ડર મહિલાના પગમાં થતી ભયંકર પીડા, ડોક્ટરને બતાવ્યું તો, સામે આવ્યું ચોંકાવનારૂ સત્ય!
Woman Bodybuilder Helena Phil (Credit- Mirror)
એક મહિલાએ આવું જ કર્યું. વ્યવસાયે બોડી બિલ્ડર અને પર્સનલ ટ્રેનર Helena Philને 5 વર્ષ સુધી (Bodybuilder Ignored Broken Feet) ખ્યાલ ન આવ્યો કે તેના પગમાં ફ્રેક્ચર છે.
નવી દિલ્હી : કલ્પના કરો કે તમારા પગમાં ફ્રેક્ચર છે અને તમે હજી પણ જિમ કરી રહ્યા છો. તમે કહેશો કે, આ શક્ય નથી, પરંતુ બ્રિટનની એક મહિલાએ આવું જ કર્યું. વ્યવસાયે બોડી બિલ્ડર અને પર્સનલ ટ્રેનર Helena Philને 5 વર્ષ સુધી (Bodybuilder Ignored Broken Feet) ખ્યાલ ન આવ્યો કે તેના પગમાં ફ્રેક્ચર છે.
44 વર્ષીય Helena Philના બંને પગમાં જુદા જુદા ફ્રેક્ચર હતા. તેના કારણે તેના પગમાં પણ દુખાવો થતો હતો, પરંતુ બોડીબિલ્ડિંગ (Bodybuilding With Broken Feet) ના જુસ્સામાં, તેણે આ પીડાને તેમના જીવનના ભાગ રૂપે સ્વીકારી અને 5 વર્ષ સુધી સ્પર્ધામાં પણ ભાગ લીધો. આખરે એક દિવસ જ્યારે તે ડોક્ટર પાસે પહોંચી ત્યારે તેને ચોંકાવનારૂ સત્ય જાણવા મળ્યું.
ઈજા થવા પર કોઈ એહેસાસ ન થયો
હેલેના ફિલ (Helena Phil)ને 5 વર્ષ સુધી તેના પગમાં દુખાવો થતો રહ્યો અને તેને ક્યારેય લાગ્યું નહીં કે, તેના પગમાં ફ્રેક્ચર પણ થઈ શકે છે. નોર્થ લંડનમાં રહેતી પર્સનલ ટ્રેનરે 20 વર્ષની વયથી જિમ અને બોડીબિલ્ડિંગમાં તેની કારકીર્દિ બનાવી હતી. હવે તે 44 વર્ષની થઈ ગઈ છે. તે કહે છે કે, 26 વર્ષની ઉંમરે તેને બંને પગમાં ઈજા થઈ હતી. ઉલ્લેખનીય છે કે, તે લોરી ડ્રાઇવિંગનું કામ કરતી હતી અને લોરીની છત લિક થયાના એક દિવસ પછી તે નીચે કૂદી ત્યારે તેના પગને ઈજા પહોંચી હતી. જ્યારે બીજી વખત ઈજા તેને મોટરસાયકલ પર તેના મિત્ર સાથે અકસ્માત સર્જાયો ત્યારે પહોંચી હતી. તે કહે છે કે, ઈજા તેના ડાબા પગમાં હતી અને તેણે ત્યારથી પોતાનું વજન જમણા પગ પર આપવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે તેને પણ નુકસાન થવા લાગ્યું હતું.
આ ઘટના પછી, તેને માથાનો દુખાવો અને પગમાં દુખાવો અનુભવી રહી હતી, તેમ છતાં તે સ્પેશ્યલ શૂઝની મદદથી પોતાનું સામાન્ય જીવન જીવતી રહી. જ્યારે આ પીડા ઘણી વધી ગઈ, ત્યારબાદ લગભગ 5 વર્ષ પછી તે ડોક્ટર પાસે પહોંચી અને એમઆરઆઈ રિપોર્ટમાં તેને પગમાં ફ્રેક્ચર થવાની માહિતી મળી. તેનું પહેલું ઓપરેશન વર્ષ 2014માં થયું હતું અને તેને થોડા મહિના માટે વ્હીલચેર પર રહેવું પડ્યું હતું. તે તેના માટે ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે તે ફિટનેસના વ્યવસાય સાથે જોડાયેલી છે. જો કે, આ સમય દરમિયાન પણ તેણે લાઇટ એક્સરસાઇઝ સાથે લાઇફ કોચિંગ સેશન લેવાનું શરૂ કર્યું. તેનું બીજું ઓપરેશન વર્ષ 2016માં થયું હતું. હવે તેના બંને પગમાં વાયર, પિન અને પ્લેટો નાખવામાં આવી છે.
જ્યારે તેને આ ઈજા થઈ ત્યારે તેની બોડીબિલ્ડિંગ સ્પર્ધામાં 4 મહિના બાકી હતા. આવી સ્થિતિમાં, તેણે ઈજાને અવગણી અને તાલીમ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. હેલેના કહે છે કે, તે ફક્ત એવું વિચારતી હતી કે, તેણે હીલ્સ પહેરીને પડવાનું નથી કારણ કે તેને પગમાં ખુબ દર્દ થતું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર