સંદિગ્ધ સ્થિતિમાં મળી મહિલાની લાશ, પતિ અને સાવકા દીકરાઓ પર હત્યાનો આરોપ

News18 Gujarati
Updated: January 23, 2020, 11:29 AM IST
સંદિગ્ધ સ્થિતિમાં મળી મહિલાની લાશ, પતિ અને સાવકા દીકરાઓ પર હત્યાનો આરોપ
ઘરમાં સીડીઓ પાસે સંદિગ્ધ સ્થિતિમાં પડી હતી મહિલાની લાશ, પોલીસ પણ મૂકાઈ મૂંઝવણમાં

ઘરમાં સીડીઓ પાસે સંદિગ્ધ સ્થિતિમાં પડી હતી મહિલાની લાશ, પોલીસ પણ મૂકાઈ મૂંઝવણમાં

  • Share this:
પાણીપત : હરિયાણા (Haryana)માં પાણીપત જિલ્લા (Panipat District)ના ગામ બિચપડીમાં 27 વર્ષીય મહિલાની સંદિગ્ધ સ્થિતિમાં લાશ મળવાથી હોબાળો થઈ ગયો છે. નોંધનીય છે કે, મહિલાની લાશ તેના જ ઘરમાં સીડીઓની પાસે પડેલી મળી છે. પરિજનોએ તેની જાણ તાત્કાલીક પોલીસને કરી દીધી.

પરિજનોએ પતિ તથા સાવકા દીકરાઓ પર લગાવ્યો હત્યાનો આરોપ

બીજી તરફ, મામલાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મહિલાના શબને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલ મોકલી આપ્યો છે. બીજી તરફ, મામલાની જાણ થતાં જ મૃતક નીલમના પરિજનો તાત્કાલિક પાણીપત પહોંચ્યા. આ દરમિયાન તેઓએ નીલમના પતિ મહાવીર પર આરોપ લગાવ્યો કે તેણે પોતાના બે દીકરા અને પુત્રવધૂઓની સાથે મળી નીલમની હત્યા કરી છે. જ્યારે નીલમની પુત્રવધૂએ લગાવવામાં આવેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

પહેલી પત્નીના મોત બાદ મહાવીરે નીલમ સાથે કર્યા હતા બીજા લગ્ન

નોંધનીય છે કે, નીલમ મહાવીરની બીજી પત્ની હતી. પહેલી પત્નીના મોત બાદ મહાવીરે નીલમ સાથે બીજા લગ્ન કર્યા હતા. પોલીસે મૃતકના પરિજનોની ફરિયાદ પર મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. સાથોસાથ શબનું પોસ્ટમોર્ટમ કરાવીને તેને પરિજનોને સોંપી દીધું હતું. મૃતકના પરિજન પોસ્ટમોર્ટમ બાદ શબને અંતિમ સંસ્કાર માટે પોતાની સાથે લઈ ગયા હતા.

બીજી તરફ, મામલની હકીકત શું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ વધુ જાણી શકાશે. હાલ પોલીસ મામલામાં પતિ અને તેના દીકરા-પુત્રવધૂઓ સાથે પૂછપરછ કરી રહી છે.(પાણીપતથી સુમિત ભારદ્વાજનો રિપોર્ટ)

આ પણ વાંચો,

સ્પા સેન્ટરની આડમાં ચાલતો હતો દેહવેપાર! 10 યુવતીઓ સાથે 16ની ધરપકડ
સેલ્સ ટાર્ગેટ પૂરા ન કર્યા તો અધિકારીઓને ઘૂંટણીયે ચાલવાની ફટકારી સજા
First published: January 23, 2020
વધુ વાંચો
अगली ख़बर