Home /News /national-international /

live video: હવે હરિયાણામાં મહિલા બની 'રણચંડી', કાર ચાલકને થપ્પડ, લાતો, ક્રિકેટ બેટ વડે માર્યો ઢોર માર

live video: હવે હરિયાણામાં મહિલા બની 'રણચંડી', કાર ચાલકને થપ્પડ, લાતો, ક્રિકેટ બેટ વડે માર્યો ઢોર માર

ઘટના સ્થળની તસવીર

Haryana woman viral video: કારમાં બેઠેલા યુવકે મહિલાને પોતાની ભૂલ પુછી રહ્યા છે પરંતુ મહિલા સતત પીટાઈ કરી રહી છે. યુવક શાંતિથી પોતાનો પક્ષ રજૂ કરવા પ્રયત્ન કરે છે પરંતુ મહિલા કશું જ સાંભળવા તૈયાર નથી. આશરે અડધા કલાક સુધી આ ડ્રામા ચાલ્યો હતો.

વધુ જુઓ ...
  પાનીપતઃ થોડા દિવસ પહેલા લખનઉમાં એક યુવતીએ કાર ચાલકને (Girl beats car driver in luknow) માર માર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા (viral video on social media) ઉપર વાયરલ થયો હતો. જોકે, લખનઉ બાદ હવે હરિયાણાના (Haryana news) પાનીપતમાં એક દંબગ મહિલાએ કાર ચાલકને (woman beats car driver in panipat) માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયમાં મહિલા કાર ચાલકને જોરદાર માર મારે છે. વીડિયો સ્કૂટી ચાલક મહિલા કાર ચાલક ઉપર થપ્પડોનો વરસાદ વરસાવતી દેખાય છે. જ્યારે મહિલાનું થપ્પડ મારવાથી મન ન ભરાયં તો મહિલાએ કાર સવાર યુવકને ક્રિકેટ રમવાના બેટથી મારવાનું શરુ કર્યું હતું. ત્યારબાદ મહિલા શાંત થઈ નહીં. ત્યારબાદ પોતાના પરિવારજનોને બોલાવીને મહિલાએ કાર ચાલકને માર ખવડાવ્યો હતો.

  મળતી માહિતી પ્રમાણે મુજબ આ વીડિયો પાનીપતની ઈસરાના વિધાનસભા વિસ્તારના શેરા ગામનો છે. મહિલાએ રસ્તા વચ્ચે કાર રોકાવીને તેમાં સવાર બંને યુવાનોને થપ્પડ, લાતો, ક્રિકેટના બેટ વડે મારવાનું શરૂ કરી દીધું હતું. કારમાં સવાર યુવાન પોતાની ભૂલ પુછતો રહ્યો હતો અને તે મહિલા મારતી રહી હતી.

  વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કારમાં બેઠેલા યુવકે મહિલાને પોતાની ભૂલ પુછી રહ્યા છે પરંતુ મહિલા સતત પીટાઈ કરી રહી છે. યુવક શાંતિથી પોતાનો પક્ષ રજૂ કરવા પ્રયત્ન કરે છે પરંતુ મહિલા કશું જ સાંભળવા તૈયાર નથી. આશરે અડધા કલાક સુધી આ ડ્રામા ચાલ્યો હતો.

  આ પણ વાંચોઃ-"હું જાઉં છું.. મારાથી ઉંચી છોકરીને શોધજો", દહેજ માટે પતિ અને સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો આપઘાત

  આ પણ વાંચોઃ-પતિ પત્ની ઔર વોઃ પત્નીને થયો પતિના મિત્ર સાથે પ્રેમ, પ્રેમીએ મિત્રની હત્યા કરી બેગમાં ભરી ફેંકી દીધો

  મહિલાનો આરોપ છે કે, આ યુવકોની કારની ટક્કર વાગવાના કારણે તે પડતા-પડતા માંડ બચી હતી. યુવાનોએ ભારે મુશ્કેલીથી પોલીસ બોલાવી હતી અને પોલીસે મામલો થાળે પાડ્યો હતો. હાલ પીડિત યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ મહિલા આજીજી કરતી રહી અને પૂર્વ પતિએ પત્ની ઉપર ચપ્પાના અસંખ્ય વાર કરી પતાવી દીધી

  આ પણ વાંચોઃ-રાજકોટ : લુખ્ખા તત્વોનો આતંકનો live video, ચેતન ભરવાડ અને અબ્દુલે નાસ્તાની દુકાન ઉપર કરી મારામારી

  ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશના લખનઉમાં પણ યુવતી દ્વારા કાર ડ્રાઈવને માર મારવાની ઘટના સામે આવી હતી. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં રવિવારે એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી જાહેરમાં રસ્તા ઉપર એક યુવકને થપ્પડ મારતી દેખાય છે. આ વીડિયો રાજધાનીના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

  અહીં શનિવારે મોડી રાત્રે કારની ઠોકર લાગવાથી યુવતીએ રસ્તા વચ્ચેજ ડ્રાઈવરને જોરદાર માર્યો હતો. જેનાથી અવધ ચોકડી ઉપર ભીડ અને જામ લાગ્યો હતો. ચોકડી ઉપર હાજર પોલીસ કર્મચારીઓએ યુવતીના તેવજ જોઈને નજીક જવાની હિંમત ન થઈ. પોલીસ પ્રમાણે કારમાં જઈ રહેલા યુવકોએ યુવતીને ટક્કર મારી હતી. જેનાથી તે ગુસ્સે ભરાઈ હતી. અને આરોપી ડ્રાઈવરને કારમાંથી ખેંચીને નીચે પટક્યો હતો. બચાવન કરનાર ડ્રાઈવરના સાથીઓને પણ યુવતીએ માર્યો હતો.
  Published by:ankit patel
  First published:

  Tags: Social media, વાયરલ વીડિયો, હરિયાણા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन