પશ્ચિમ બંગાળ: દારુ માટે પૈસા ન મળતા મહિલાને જીવતી સળગાવી

News18 Gujarati
Updated: November 3, 2019, 3:12 PM IST
પશ્ચિમ બંગાળ: દારુ માટે પૈસા ન મળતા મહિલાને જીવતી સળગાવી
આરોપીએ મહિલાને આગ ચાંપી દીધી.

આરોપી સંજય રાજબંગ્શીએ શુક્રવારે રાત્રે લક્ષ્મી કર્માકરને પાસે દારૂ પીવા માટે પૈસાની માંગણી કરવા પર લાકડી વડે માર માર્યો હતો.

  • Share this:
પશ્ચિમ બંગાળ (Hooghly) ના હુગલી જિલ્લામાં 52 વર્ષીય મહિલાને દારૂ પીવા માટે પૈસાની માંગ પર જીવંત સળગાવી નાખવામાં આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ શનિવારે આ અંગે માહિતી આપી હતી. ચંદનગરના પોલીસ કમિશનર હુમાયુ કબીરે કહ્યું કે આરોપી સંજય રાજબાંગ્શીએ શુક્રવારે રાત્રે લક્ષ્મી કર્માકર પાસેથી દારૂ પીવા માટે પૈસાની માંગણી કરી હતી, પરંતુ મહિલાએ પૈસા આપવાની ના પાડતા મામલો વધારે ગરમાયો, બાદમાં મહિલાને લાકડી વડે રસ્તા પર જ માર માર્યો હતો. તેણે એમ પણ કહ્યું, લક્ષ્મી માર મારવાને કારણે બેભાન થઈ ગઈ હતી, ત્યારબાદ રાજબાંગ્શીએ તેને આગ ચાંપી દીધી હતી.

આ ઘટનામાં જાણવા મળ્યું છે કે જુની અદાવતમાં મહિલા સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: પ્રેમી સાથે વાંધાજનક સ્થિતિમાં મળી સગીર દીકરી, પિતાએ યુવકની કરી હત્યા

અધિકારીએ કહ્યું કે કર્માકર રેલવે ક્વાર્ટર્સમાં એકલી રહેતી હતી. રાજબાંગ્શી હુગલી Hooghly  રેલવે સ્ટેશન નજીક લોહરપરા વિસ્તારમાં રહેતો હતો. આ સાથે અધિકારીએ જણાવ્યું કે પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે કર્માકરે તેની માતા સાથે આ પહેલા દુર્વ્યવહાર કર્યો હતો અને 28 ઓક્ટોબરે તે કાળી પૂજા સમયે દારૂ પીવા માટે તે પૈસા માંગવા ગઇ હતી. પોલીસે જણાવ્યું કે રાજબાંગ્શીની ધરપકડ કરવામાં આવી છે.

ત્યારબાદ આ ઘટનામાં આરોપી રાજબંગ્શી સામે કેસ દાખલ કર્યો છે અને બાદમાં મહિલાને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી.
First published: November 3, 2019
વધુ વાંચો
अगली ख़बर