લગ્નેતર સંબંધની શંકામાં પતિએ જાહેરમાં કરી પત્નીની હત્યા, લોકો વીડિયો ઉતારતા રહ્યાં

લગ્નેતર સંબંધની શંકામાં પતિએ જાહેરમાં કરી પત્નીની હત્યા, લોકો વીડિયો ઉતારતા રહ્યાં
પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

હચમચાવી દેતો બનાવ: મહિલા લોહીથી લથપથ હાલતમાં રોડ પર જ પડી રહી હતી, કોઈએ તેને હૉસ્પિટલ ખસેડી ન હતી.

  • Share this:
    લખનઉ: ઉત્તર પ્રદેશના લખનઉમાં એક વ્યક્તિએ આડા સંબંધ (Extramarital affairs)ના વહેમમાં તેની પત્ની (Husband)ની હત્યા કરી નાખી છે. વ્યક્તિએ રોડ પર જ ચાકુ (Knife)થી પત્ની પર હુમલો કર્યો હતો. જે બાદમાં ઘાયલ થયેલી મહિલા લોહીથી લથપથ થયેલી હાલતમાં રોડ પર પડી હતી. આ દરમિયાન આસપાસના લોકો વીડિયો (Video) ઉતારતા રહ્યા હતા પરંતુ કોઈએ મહિલાને હૉસ્પિટલ (Hospital) પહોંચાડવાની પહેલ કરી ન હતી. પોલીસને આ અંગે સમાચાર મળતા જ મહિલાને હૉસ્પિટલ પહોંચાડી હતી. હૉસ્પિટલ ખાતે મહિલાનું મોત થઈ ગયું હતું.

    આ બનાવ ઉત્તર પ્રદેશના લખનઉના મડીગાંવ પોલીસ મથક વિસ્તારના પ્રીતિ નગરનો છે. અહીં રફીક નામના વ્યક્તિએ તેની પત્ની અફસાના પર જાહેરમાં હુમલો કર્યો હતો. ચાકુથી હુમલા બાદ અફસાના રોડ પર જ લોહીથી લથપથ હાલતમાં ઢળી પડી હતી. અફસાના રોડ પર જ આવી હાલતમાં જ પ રહી હતી. ત્યાં સુધી કે અમુક લોકોએ તેણીનો વીડિયો ઉતાર્યો હતો પરંતુ કોઈએ તેણીને હૉસ્પિટલ પહોંચાડી ન હતી. પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને મહિલાને હૉસ્પિટલ પહોંચાડી હતી.



    આ પણ વાંચો: સુરત: પત્નીએ ભાઈ સાથે મળી દારૂડિયા પતિને આપી તાલિબાની સજા, ટેમ્પો સાથે બાંધીને ઢસડ્યો, હાલત નાજુક

    હૉસ્પિટલ ખાતે મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં રફીકની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    આ પણ વાંચો: અમદાવાદની યુવતીનો હસતા મોઢે આપઘાત! માતાપિતા સાથે અંતિમ વાતચીતનો ધ્રુજાવી દેતો ઓડિયો આવ્યો સામે

    આરોપી રફીકનું કહેવું છે કે તેની પત્નીને કોઈ સાથે આડા સંબંધ હતા. રફીકના કહેવા પ્રમાણે તેણે તેની પત્ની અફસાનાને આ સંબંધ તોડી નાખવાનું અને તેની સાથે ગામમાં આવવાની વાત કહી હતી. રફીકનું કહેવું છે કે તેની પત્ની ગામ આવવા માટે તૈયાર ન હતી. આ ઉપરાંત તેણી તલાક પણ આપી રહી ન હતી. આરોપીના કહેવા પ્રમાણે તેની પત્નીએ તેને કહ્યું હતું કે, તે આવી રીતે જ તડપી તડપીને મરશે.

    આ પણ વાંચો:  1 માર્ચથી લાગૂ થશે આ નિયમો: આ બેંકના ATMમાંથી 2,000 રૂપિયાની નોટ નહીં નીકળે

    પોલીસનું કહેવું છે કે આરોપીએ તેની પત્ની પર ચાકુથી હુમલો કર્યો હતો. જે બાદમાં પીડિતને હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. હૉસ્પિટલમાં પીડિતને મૃત જાહેર કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. પોલીસ પીડિત મહિલાના પરિવારની પણ આ મામલે પૂછપરછ હાથ ધરશે.
    Published by:Vinod Zankhaliya
    First published:February 28, 2021, 14:23 pm

    ટૉપ ન્યૂઝ