No Entryમાં વાહન લઈ જવા માટે રોકતા મહિલાએ જ મહિલા પોલીસકર્મીને ઢીબી નાંખી, કોન્સ્ટેબલને હાથે ભર્યું બટકું

News18 Gujarati
Updated: September 2, 2020, 11:14 PM IST
No Entryમાં વાહન લઈ જવા માટે રોકતા મહિલાએ જ મહિલા પોલીસકર્મીને ઢીબી નાંખી, કોન્સ્ટેબલને હાથે ભર્યું બટકું
હુમલાની તસવીર

મહિલા પોલીસ કર્મીને બચાવવાના જતાં પોલીસ કોન્સ્ટેબલના હાથે મહિલાએ બચકું ભરી લીધું હતું.

  • Share this:
મહોબાઃ ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં No Entryમાં ફોર વ્હિલર લઈ જવા માટે ના પાડતા પિકઅપ જીપમાં સવાર મહિલાએ પોલીસની મહિલા પીઆરડી કર્મીને માર માર્યો હતો. પોલીસ ચોકીની સામે જ મારપીટની ઘટનાને જોઈને ઘટના સ્થળ ઉપર પહોંચેલા પોલીસ કોન્સ્ટેબલ ઉપર મહિલાએ હુમલો કર્યો હતો. મહિલાએ પોલીસ કોન્સ્ટેબલના હાથે બટકું ભર્યું હતું.

ધોળાદિવસે પીઆરડી જવાન મહિલા સાથે મારામારી અને પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલાને લઈને અન્ય પોલીસ કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચીને મહિલાને કાબૂમાં લીને કસ્ટડીમાં લીધી હતી. પોલીસે મહિલાને મેડિકલ પરીક્ષણ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ મામલે મહોબા જિલ્લામાં શહેર પોલીસ સ્ટેશનની શુભાષ પોલીસ ચોકીનો છે. મહોબા પોલીસ ચોકીની સુભાષ ચોકીની બહાર રિંકી સિંહ નામની પીઆરડી જવાન મહિલાને એન્ટ્રી એરિયામાં ડ્યૂટી કરી રહી હતી. ત્યારે એક પીકઅપ જીપમાં એક બાળકી સાથે રાધા નામની એક મહિલા પહોંચી ગઈ. નો એન્ટ્રી હોવા છતાં પણ મહિલા પિકઅપ વાનને અંદર લઈ જવાની જીદ પકડી હતી.

આ પણ વાંચોઃ-શ્રાદ્ધ પક્ષનો પ્રારંભઃ સુરતના નિવૃત સરકારી અધિકારીએ પત્નીની શ્રાદ્ધ વિધિ નિમિત્તે કર્યું આ અનોખું કામ

આ પણ વાંચોઃ-ગુજરાતમાં આત્મહત્યાના ચોકાવનારા આંકડા, એક જ વર્ષમાં ૭૬૫૫ આપઘાત, ખેડૂતોની કેવી છે સ્થિતિ?

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વાહન ચાલકોએ આ સમાચાર ચોક્કસ વાંચવા જોઈએ, નહીં તો મુકાઈ શકે છે મુશ્કેલીમાંપીઆરડી મહિલા જવાને જ્યારે તેને વાહન અંદર લઈ જવા માટે ના પાડી તો મહિાલએ એ મહિલા પોલીસ કર્મચારીને માર મારવા લાગી હતી. પીઆરડી મહિલા જવાન રિંકીનું કહવું છે કે મહિલાએ પોલીસ ચોકીની સામે જ મારામારી થઈ હતી. ઘટના અંગે ચોકીમાં બેઠેલા કોન્સ્ટેબલ વિનોદ સિંહ મને બચાવવાનો પ્રયત્ન કર્યો તો મહિલાએ પોતાના દાંતથી તેમના હાથ ઉપર બટકું ભરી લીધું હતું.

પીઆરડી મહિલા જવાને વધુમાં જણાવ્યું કે મહિલાએ બટકું ભરવાથી વિનોદ સિંહ ઘાયલ થયા અને ત્યારબાદ બીજી પોલીસ ફોર્સ ઘટના સ્થળે આવી હતી. અને મહિલા ઉપર કાબૂ મેળવીને તેને કસ્ટડીમાં લઈને તપાસ હાથધરી હતી.
Published by: ankit patel
First published: September 2, 2020, 11:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading