Home /News /national-international /ગર્ભાશય કઢાવવા ગઇ'તી, ડોક્ટરે કિડની પણ કાઢી લીધી, હવે એની મને આપી દો: મહિલા

ગર્ભાશય કઢાવવા ગઇ'તી, ડોક્ટરે કિડની પણ કાઢી લીધી, હવે એની મને આપી દો: મહિલા

ગર્ભાશયની સાથે કિડની કાઢી લીધી

બિહારની સુનિતા પોતાનું ગર્ભાશય કઢાવવા માટે જે ડોક્ટર પાસે સર્જરી કરાવવા ગઈ હતી તેણે કિડની કાઢી લેતા હવે તેણે ડોક્ટરના જ અંગોની માંગ કરી છે.

    પટના: 38 વર્ષીય મહિલા સુનિતા દેવી કે જેની બંને કિડનીને ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદેસર રીતે કાઢવામાં (Kidneys Were Stolen At Hospital by doctors) આવી હતી, તેણે માંગ કરી છે કે તેને તેના પર ઓપરેશન કરનારા ડોક્ટરના અંગો (Demands Doctor's Organs Who Operated on Her) આપવામાં આવે. પોતાનું જીવન ટકાવી રાખવા માટે દૈનિક ડાયાલિસિસ પર રહેતી સુનિતા સપ્ટેમ્બરમાં હિસ્ટરેકટમી સર્જરી (hysterectomy surgery) માટે હોસ્પિટલમાં હતી, ત્યારે ડોક્ટરોએ તેની મંજૂરી વિના જ તેની કિડની કાઢી (doctors removed her kidneys without approval) લીધી હતી.

    ડોક્ટરની ધરપરડ માટે કરી માંગ

    ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, સુનીતાની હાલ મુઝફ્ફરપુર સ્થિત રાજ્ય સરકારની શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (SKMCH)માં સારવાર ચાલી રહી છે. સુનીતાએ સ્થાનિક મીડિયા સાથે વાતચીત કરતા રાજ્ય સરકારને અપીલ કરી હતી કે, ગેરકાયદે કિડની હટાવવાના આરોપમાં નાસતા ફરતા આરોપી ડોક્ટરની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.

    આ રીતે થયો ઘટસ્ફોટ

    આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સર્જરીના થોડા દિવસો પછી મહિલાએ સતત પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેની હાલત બગડતા તેને તાત્કાલિક એસકેએમસીએચ લઈ જવામાં આવી હતી. પરીક્ષણો પછી ડોકટરોએ તેને કહ્યું કે તેની બંને કિડની જ "ગુમ" છે. ત્યારબાદ સુનિતાને સારવાર માટે ઈન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ, પટણામાં રિફર કરવામાં આવી હતી. પરંતુ ત્યાં સારવાર બાદ તેને એસકેએમસીએચ હોસ્પિટલમાં પરત મોકલી દેવામાં આવી હતી.

    આ પણ વાંચો: અનુપમાની હત્યા બાદ પતિએ 72 ટુકડા કરી લાશને ડીપ ફ્રીઝરમાં રાખી, શ્રદ્ધા કરતાંય ભયાનક કિસ્સો

    3 માસૂમ બાળકોની માતા છે મહિલા

    આ દરમિયાન આઈજીઆઈએમએસએ મહિલાને કહ્યું છે કે, તેને ટ્રાન્સપ્લાન્ટ માટે દાખલ કરવામાં આવી છે અને જ્યારે પણ ત્યાં કિડની ઉપલબ્ધ થશે, ત્યારે તેને બોલાવવામાં આવશે. આપને જણાવી દઇએ કે પીડિત મહિલાને ત્રણ માસૂમ બાળકો છે.

    ડાયાલિસિસ પર જીવીત

    આ બનાવ બાદથી મહિલા એસકેએમસીએચમાં નિયમિત ડાયાલિસિસ પર જીવી રહી છે. મુઝફ્ફરપુરના એસકેએમસીએચના અધિક્ષક ડો.બી.એસ.ઝાએ જણાવ્યું હતું કે, "એસકેએમસીએચના ડોકટરોએ સુનિતાને સારવાર માટે ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ, પટનામાં રિફર કરી હતી. ત્યાં સારવાર બાદ તેને આ હોસ્પિટલમાં પરત મોકલી દેવામાં આવી હતી. સુનીતાની કિડની ન હોવાથી જો તેને એક દિવસ પણ ડાયાલિસિસ ન હોય, તો તે મરી શકે છે."



    હોસ્પિટલનો માલિક ગાયબ

    મહિલાના પરિવારે નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે સુભાકાંત ક્લિનિકના માલિક પવન કુમાર અને ડો. આર.કે.સિંઘ સામે ફરિયાદ નોંધી છે. સપ્ટેમ્બરમાં આ ઘટના સામે આવી ત્યારથી તેઓ ફરાર છે. પોલીસે જણાવ્યું હતું કે ક્લિનિક રજીસ્ટર્ડ નથી અને ડોક્ટરની શૈક્ષણિક લાયકાત પણ બનાવટી હોવાનું જણાય છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Bihar News, Crime news, Kidney, Patna

    विज्ञापन
    विज्ञापन