UP: મહિલાએ ભાજપના નેતા પર લગાવ્યો રેપનો આરોપ, કરાવ્યું મુંડન

News18 Gujarati
Updated: May 7, 2018, 4:06 PM IST
UP: મહિલાએ ભાજપના નેતા પર લગાવ્યો રેપનો આરોપ, કરાવ્યું મુંડન
પિડીતા એ ચિમકી આપી હતી, કે જો પોલીસ આરોપી સામે કોઇ પગલા નહીં લે તો તે આત્મહત્યા કરશે.

પિડીતા એ ચિમકી આપી હતી, કે જો પોલીસ આરોપી સામે કોઇ પગલા નહીં લે તો તે આત્મહત્યા કરશે.

  • Share this:
આગરા: ઉત્તર પ્રદેશમાં એક મહિલાએ ભાજપના એક નેતા સામે બળાત્કાર અને ત્યારબાદ અત્યાચારનો ગંભીર આરોપ લગાવ્યો છે. એટલુ જ નહીં પણ આ મહિલા તેની આપવિતી કહેતા પોતાનું મુંડન પણ કરાવ્યુ છે. આ મહિલા વકીલ છે અને તેણીએ ભાજપના નેતા સતિશ શર્મા પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. સતિશ શર્માએ તેણીને ત્રણ વર્ષ સુંધી સતત માનસિક ત્રાસ આપ્યાનો પણ આક્ષેપ કર્યો છે. આ મહિલાએ એવું કહ્યું કે, શર્માએ તેનો અશ્લિલ વિડીયો પણ બનાવ્યો અને એ વિડીયોના આધારે તેનું બ્લેકમેઇલીંગ કર્યું.

ઉત્તર પ્રદેશના ભાજપના નેતા દ્વારા મહિલા બળાત્કારનો કિસ્સો હજુ તાજો છે ત્યારે આ બીજી મોટી ઘટના સામે આવી છે.

પિડીતાએ પત્રકારોને તેની આપવિતી કહી હતી અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ તેણે પોતાનું મુંડન કર્યું હતું. તેણે એવો આક્ષેપ કર્યો કે જ્યારે તે પોલીસ સ્ટેશન ગઇ

ત્યારે પોલીસે તેની ફરિયાદ લીધી નહીં. જ્યારે પોલીસે ફરીયાદ લીધી ત્યારે તેમણે શર્મા સામે કોઇ પગલા લીધા નહીં. શર્માએ મારા માથાના ઘણા વાળા કાપી નાંખ્યા છે એટલે હું હવે મુંડન કરી નાંખુ છુ. તે ભાજપનો મોટો નેતા છે અને બધા લોકો તેને છાવરે છે. હું  ગભરાઇ ગઇ છુ અને તે મારા પરિવારને ધમકાવે છે. હું દલિત છુ એટલા માટે મારે આ સહન કરવું

પડે છે. મેં અવધ બાર એસોસિયેશનને પણ ફરિયાદ કરી છે પણ આમ છતાં કશુ થયુ નથી. મારા પરિવારના સભ્યોને મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવી રહી  છે અને મને આ કેસ પાછો ખેંચવા માટે પૈસાની લાલચ અપાઇ રહી છે.

પિડીતા એ ચિમકી આપી હતી, કે જો પોલીસ આરોપી સામે કોઇ પગલા નહીં લે તો તે આત્મહત્યા કરશે.
First published: May 7, 2018, 3:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading