મહિલાનો આક્ષેપ- ચાર વર્ષની હતી ત્યારથી મામા રેપ કરતા હતા, 3 વાર ગર્ભપાત કરાવ્યો

News18 Gujarati
Updated: December 10, 2019, 8:29 PM IST
મહિલાનો આક્ષેપ- ચાર વર્ષની હતી ત્યારથી મામા રેપ કરતા હતા, 3 વાર ગર્ભપાત કરાવ્યો
પ્રતિકાત્મક તસવીર

દિલ્હીની એક મહિલાએ કહ્યું કે વર્ષ 1981માં પહેલી વાર તેની સાથે દુષ્કર્મ થયું હતું. દેશ મહિલાઓની અસુરક્ષાથી શર્મશાર

  • Share this:
નવી દિલ્હી : ચાર વર્ષની ઉંમરથી મામાના હાથે સતત દુષ્કર્મનો ભોગ બનેલી અને ત્યારબાદ અનેક વાર ગર્ભપાત કરાવવો પડયો. આખરે 40 વર્ષની એક મહિલા નરાધમને કોર્ટમાં અપરાધીના કઠઘરામાં ઉભો કરવામાં સફળ રહી હતી. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે જ્યારે તે ચાર વર્ષની હતી ત્યારથી તેના પર બળાત્કાર કરવામાં આવતો હતો. તે 10માં ધોરણમાં પહોંચી ત્યાં સુધીમાં તેનો ત્રણ વાર ગર્ભપાત થઈ ગયો હતો.

નવી દિલ્હીની એક કોર્ટમાં ન્યાયાધીશ ઉમેદસિંહે આરોપીની વિરુદ્ધ આરોપ નક્કી કર્યો અને કહ્યું કે પ્રથમ દૃષ્ટીએ આ ભારતીય દંડ સંહિતા મુજબ બળાત્કાર અને બળજબરીપૂર્ક સંબંધ બાધવાનો ગુનો બને છે. આરોપી પીડિતાની દૂર બહેનનો પતિ છે.

1981માં પહેલીવાર રેપ કર્યો

પીડતાએ વર્ષ 2016માં કેસ નોંધાવ્યો હતો. તેણે કોર્ટને જણાવ્યું કે વર્ષ 1981માં તેના પર પહેલી વાર રેપ થયો હતો. તે 10માં ધોરણમાં પહોંચી ત્યાસુધી તેના પર રેપ કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 2014માં આરોપીના છુટાછેડા થઈ ગયા ત્યારબાદ આરોપી તેને સેક્સ માટે દબાણ કરતો હતો.

આ પણ વાંચો : રાજકોટની લેડી ડોન સોનુ ડાંગર સહિત ચાર દારુની મફેહિલ કરતા ઝડપાયા

પીડિતાએ જણાવ્યું કે આરોપી કે જે તેના મામા છે તેની હરકતો વિશે તેણે પરિવારને જણાવ્યું હતું. જોકે, કોઈએ મદદ કરી નહોતી. પરિવારે પીડિતાને ઠપકો આપીને જણાવ્યું હતું કે આ વાત કોઈની સાથે કરવી નહીં. પીડિતાએ ત્યારબાદ તેની પિતરાઈ બહેનનું લગ્ન આરોપી સાથે થયું હતુંઆરોપીના દીકરાઓ મારી નાંખવાની ધમકી આપી

પીડિતાએ તેની ફરિયાદમાં નોંધ્યું છે કે વર્ષ 2016માં તેને પોતાની માતાના અંતિમ સંસ્કરામાં શામેલ થવા દીધી નહોતી. આરોપીએ તેને કહ્યું હતું કે જો તે તેની માંગ સ્વીકારે તો જ તેને માતાના અંતિમ દર્શન કરવા દેશે. મહિલાએ જણાવ્યું કે આરોપી અને તેના દીકરા તેમજ અન્ય સગાવ્હાલાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો :  'રૂપાણી સાહેબ આ મેવાણી છે, માફી કાલે પણ નહોતી માંગી આજે પણ નહીં માંગું'

આરોપીના વકીલે અદાલતને જણાવ્યું કે તેઓ આરોપીઓ પર લાગેલા આરોપ સ્વીકારી શકે છે પરંતુ આ મામલામાં અન્ય લોકો પર લાગેલા આરોપ
First published: December 10, 2019
વધુ વાંચો
अगली ख़बर