Home /News /national-international /

પંજાબનાં 13000 ગામોમાંથી માટી ભેગી કરી જલિયાવાલા બાગનું સ્મારક બનાવાશે

પંજાબનાં 13000 ગામોમાંથી માટી ભેગી કરી જલિયાવાલા બાગનું સ્મારક બનાવાશે

જલિયાવાલા બાગ હત્યાકાંડને 100 વર્ષ પુરા થશે ત્યારે પંજાબનાં 13000 ગામડાઓમાંથી માટી ભેગી કરી જલિયાવાલા બાગ ખાતે સ્મારક બનાવવામાં આવશે

જલિયાવાલા બાગ હત્યાકાંડને 100 વર્ષ પુરા થશે ત્યારે પંજાબનાં 13000 ગામડાઓમાંથી માટી ભેગી કરી જલિયાવાલા બાગ ખાતે સ્મારક બનાવવામાં આવશે

  અમૃતસર: જલિયાવાલા બાગ હત્યાકાંડને 100 વર્ષ પુરા થશે ત્યારે પંજાબનાં 13000 ગામડાઓમાંથી માટી ભેગી કરી જલિયાવાલા બાગ ખાતે સ્મારક બનાવવામાં આવશે. આ કાર્યક્રમ પંજાબની સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.

  મુખ્યમંત્રી કાર્યાલયથી જે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે તે મુજબ રુરલ ડેવલેપમેન્ટ વિભાગને આ કામગિરી સોંપવામાં આવી છે અને પંજાબનાં દરેક ગામડામાંથી માટી એકત્ર કરવામાં આવશે અને એ પછી જલિયાવાલા બાગ ખાતે સ્મારક બનાવવામાં આવશે.

  મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘે અમૃતસરનાં નાયબ કમિશ્નરને કહ્યુ છે કે, શહેરમાં એવી જગ્યા શોધી પાડવામાં આવે કે જ્યાં આ સ્મારકનું નિર્માણ કરી શકાય.

  મુખ્યમંત્રીએ સાંસ્કૃતિ અને પ્રવાસન વિભાગને પણ આ કામમાં જોતર્યુ છે. અમૃતસરમાં કલ્ચરલ હેરિટેઝ ટ્ર્સ્ટ દ્વારા અમૃતસરમાં પાર્ટિશન મ્યુઝિયમ બનાવવામાં આવ્યુ છે.

  મુખ્યમંત્રીએ સાંસ્કૃતિ વિભાગનાં પ્રિન્સિપલ સેક્રેટરીને જણાવ્યું છે કે, તેઓ સંબધિત વિભાગો સાથે સંકલન સાધીને એવી વ્યવસ્થા ગોઠવે કે જેથી લોકો જલિયાવાલા બાગના શહિદોને શ્રદ્ધાજંલિ આપી શકે. ગૃહ વિભાગને સૂચના આપવામાં આવી છે કે, આ માટે યોગ્ય સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે.

  મુખ્યમંત્રીએ શિક્ષણ વિભાગને એવી પણ સૂચના આપી છે કે, જલિયાવાલા બાગ વિશે શાળાઓમાં બાળકોને ભણાવવામાં આવે અને તેનું એક પ્રકરણ અભ્યાસક્રમમાં ઉમેરવામાં આવે જેથી આવનારી પેઢી આ શહિદોનાં બલિદાનને યાદ કરે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: પંજાબ

  આગામી સમાચાર