ન્યૂઝ 18 ગુજરાતી: પ્રિયંકા ગાંધીના સક્રિય રાજનીતિમાં પ્રવેશની સાથે, એસપી-બીએસપી જોડાણમાં કોંગ્રેસ પણ શામેલ થઇ શકે છે તે વાતનો છેદ ઉડી શકે તેવા એક સમાચાર આજે આવ્યા છે. આ અટકળો વચ્ચે આજે બંને દળોએ તેમના સંભવિત ઉમેદવારોની પહેલી યાદી ટૂંક સમયમાં જ જાહેર કરવાની આજે જાહેરાત કરી દીધી છે
આ બંને દળો તેમના ઉમેદવારોની યાદીને આખરી સ્વરૂપ આપીને તમામ નામોની જાહેરાત ફેબ્રુઆરીમાં કરે તેવી વકી છે. પૂર્વ ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધીને પ્રભારી બનાવાયા બાદ પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને બુંદેલખંડમાં બીએસપીને વધુ પ્રતિનિધિત્વ મળશે. આ દરમિયાન, સમાજવાદી પાર્ટીને પૂર્વ અને મધ્ય ઉત્તરપ્રદેશમાં વધુ બેઠકો ફાળવાય તેવી શક્યતા છે.
આ બંને પક્ષોએ 'મિશન-30' ને ધ્યાને રાખતા સૌથી પહેલા 15 બેઠકો ઉપર તેમના ઉમેદવારોની સૂચિ જારી કરશે. જેમાં મુખ્યત્વે સહારનપુર, ગાઝિયાબાદ, કુશીનગર, મિર્ઝાપુર, ખીરી, લખનૌ, ધૌરારા, ઉન્નાવ, પ્રતાપગઢ, બારાબંકી, કાનપુર, ફૈઝાબાદ અને ગૌન્ડાનો સમાવેશ થાય છે.
આ પૂર્વે કેટલાક દિવસો અગાઉ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને એસપી-બીએસપીએ જોડાણ સાધીને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જેમાં બંને પક્ષોમાંથી 38-38 બેઠકો ઉપર બેઠકોની સમજૂતી થઇ હતી. આ ગઠબંધનની બે બેઠકો નાની પાર્ટીઓ માટે અને અન્ય બે બેઠકો અમેઠી અને રાયબરેલી કોંગ્રેસ માટે છોડી દીધી હતી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર