1 વર્ષમાં ભાજપને ગુમાવ્યા 5 રત્ન, બીજા ક્રમની નેતૃત્વ પેઢી નબળી પડી

અરુણ જેટલી, સુષમા સ્વરાજ અને અનંત કુમાર

 • Share this:
  એક વર્ષમાં ભાજપે તેના 5 દિગ્ગજ નેતા ગુમાવ્યા. અરુણ જેટલીની મોત પછી ભાજપની જે બીજા ક્રમની નેતૃત્વ પેઢી હતી તે નબળી પડી છે. ઓગસ્ટ મહિનામાં જ ભાજપના ત્રણ નેતાઓએ ચીર વિદાય લીધી. સુષમા સ્વરાજ, અટલ બિહારી વાજપેયી અને અરુણ જેટલીનું નિધન ઓગસ્ટ મહિનામાં થયું. અટલ બિહારનું નિધન ગત વર્ષમાં થયું પણ તે સમયે પણ મહિનો ઓગસ્ટ જ હતો. આ સિવાય સંસદીય કાર્યમંત્રી અનંત કુમાર અને પછી રક્ષામંત્રી અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું. આમ એક વર્ષની અંદર અંદર જ ભાજપે તેના 5 રત્નો ગુમાવ્યા.
  ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણીના સમયમાં ભાજપના બે દિગ્ગજ નેતા પ્રમોદ મહાજન અને ગોપીનાથ મુંડેનું અકાળે નિધન થયું હતું. જેના કારણે મહારાષ્ટ્રમાં બીજા ક્રમની નેતૃત્વ પેઢીને જે તે સમયે નુક્શાન થયું હતું.

  ધ હિંદુમાં છપાયેલી ખબર મુજબ આરએસએસના માઉથપીસ ઓર્ગેનાઇઝરના ભૂતપૂર્વ એડિટર શેષાદ્રી ચારીએ જણાવ્યું કે અરુણ જેટલી, સુષમા સ્વરાજ અને મનોહર પાર્રિકર ભાજપના સારા નેતાઓમાંથી એક હતા. આ નેતાઓ વાજપેયી, રાજમાતા વિજયા રાજ સિંઘિયા અને સુંદરસિંહ ભંડારીની આગેવાની હેઠળ અને કટોકટી પછી ઉભરીને આવ્યા હતા. આ નેતાઓ હાલના નવા નેતા અને જૂના જનસંઘ વચ્ચે એક "જનરેશન બ્રીજ" હતા.

  વધુમાં તેમણે કહ્યું કે આ નેતાઓ વ્યૂહરચના ઘડવા અને વિગતો તૈયાર કરવામાં મહારત હતા. જો તે ચાર-પાંચ વર્ષ વધુ જીવી જતા તો નવી પેઢીના નેતાઓને તૈયાર કરવામાં ચોક્કસથી મદદરૂપ થાત. વધુમાં તેમણે જણાવ્યું કે આ નેતાઓએ ભારતમાં બિન કોંગ્રેસી સરકાર લાવવામાં ભાજપને મોટી મદદ કરી હતી. અને તેમણે ભાજપને સ્થિર સરકાર આપવાની સાથે સુચારુ શાસન મોડલ પણ આપ્યું છે. આમ આ નેતાઓનો ફાળો ભાજપના વિકાસમાં મોટો છે.
  Published by:Chaitali Shukla
  First published: