PM મોદીને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવવા માંગો છો? BJPએ જણાવી આ રીત

NaMo Appના માધ્યમથી PM મોદીને વીડિયો સંદેશ મોકલી શકાશે, NaMo Quizથી તમારું જ્ઞાન ચકાસો

NaMo Appના માધ્યમથી PM મોદીને વીડિયો સંદેશ મોકલી શકાશે, NaMo Quizથી તમારું જ્ઞાન ચકાસો

  • Share this:
    નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે પોતાનો 70મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પીએમ મોદીને જન્મદિવસ (PM Modi 70th birthday) પર દેશ-વિદેશના નેતાઓથી માંડી, મોદી કેબિનેટના મંત્રીઓ, બીજેપીના દિગ્ગજ નેતાઓ ઉપરાંત વિરોધ પક્ષના નેતાઓ પણ શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાનના સારા સ્વાસ્થ્યની કામના સાથે શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીના જન્મદિવસે દેશની જનતા પણ તેમને સીધી રીતે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી શકાય તેવી વ્યવસ્થા Namo App પર કરવામાં આવી છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે જો તમે પણ તેમને શુભકામનાઓ પાઠવવા માંગો છો તો બીજેપીએ જણાવ્યું છે કે આ કરવું શક્ય છે. બીજેપીએ ટ્વિટ કરીને જણાવ્યું કે તમે Namo Appના માધ્યમથી વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા અને ખાસ સંદેશ મોકલી શકો છો.


    આ પણ વાંચો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 5 મોટા નિર્ણય જેણે બદલી દીધી દેશની દશા અને દિશા

    બીજેપીએ ટ્વિટમાં લખ્યું છે કે, અનેક લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર Namo Appના માધ્યમથી શુભકામનાઓ આપી રહ્યા છે. તમે પણ તે પૈકી એક બની શકો છો. Namo App ડાઉનલોડ કરો- http://nm4.in/dnldapp New India Wishes NaMo મોડ્યૂલ પર જાઓ અને એક ક્લિકમાં આપનો વીડિયો અપલોડ કરો. #HappyBdayNaMo

    NaMo App પર 3 નવા સેક્શન

    પીએમ મોદીના જન્મદિવસે Namo App પર ત્રણ નવા સેક્શનમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થઈ રહ્યા છે. આજના વિશેષ દિવસને ધ્યાનમાં રાખી સ્પેશલ Virtual એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે જેમાં વડાપ્રધાન મોદીના જીવન ઉપર 360 ડિગ્રી Virtual એક્ઝિબિશન જોઈ શકાય છે. જેમાં વિશેષ સ્ટોરી પેનલ અને વીડિયોનો પણ સમાવેશ થાય છે.

    આ પણ વાંચો, ગુજરાતના સપૂત મહાનાયક વડાપ્રધાન મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ- રૂપાણી

    સ્પેશલ NaMo Quizનું આયોજન

    આ ઉપરાંત, NaMo Quiz પણ લૉન્ચ કરવામાં આવી છે જેમાં વડાપ્રધાન મોદી અને તેમની પાર્ટી વિશે સવાલો પૂછવામાં આવે છે. આ ક્વિઝ માત્ર એપ પર જ જોવા મળશે. યૂઝર્સ વડાપ્રધાન મોદી વિશેના પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે છે. વિજેતા યૂઝર્સને પીએમ મોદીએ જાતે સહી કરેલું પુસ્તક ઇનામ તરીકે આપવામાં આવશે.

    વીડિયો સંદેશથી આપો જન્મદિવસની શુભકામનાઓ

    જો તમે વડાપ્રધાનને વીડિયોના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવા માંગો છો તો NaMo Appમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આપના સંદેશ તમે NaMo Appના માધ્યમથી વડાપ્રધાનને મોકલી શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published: