પોતાની દિલેરીથી પાકિસ્તાનના દાંત ખાટા કરનારા ભારતીય વાયુસેનાના જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પોતાની સ્ક્વાડ્રનમાં પરત ફર્યા છે. ગયા મહિાને પાકિસ્તાન દ્વારા પકડાયા અને પછી બે દિવસ બાદ ભારતને સોંપવામાં આવેલા વિંગ કમાન્ડર અભિનંદન શ્રીનગરમાં પોતાના સ્ક્વાડ્રન પરત ફર્યા છે. જોકે, તેઓ સ્વાસ્થ્યના આધારે ચાર સપ્તાહની રજા પર છે. ઓફિશિયલ સૂત્રોએ મંગળવારે આ જાણકારી આપી.
તેઓએ કહ્યું કે અભિનંદને રજાની અવધિ દરમિયાન ચેન્નઇ સ્થિત પોતાના ઘરે જવાને બદલે શ્રીનગરમાં પોતાના સ્ક્વાડ્રનમાં રોકાવાનો નિર્ણય લીધો. ભારતીય વાયુસેનાના પાયલટ અભિનંદન લગભગ 12 દિવસ પહેલા તે સમયે રજા પર ગયા હતા જ્યારે સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનથી તેમની વાપસી બાદ તેમના સમગ્ર ઘટનાની જાણકારી લેવા (ડીબ્રીફિંગ)ની બે સપ્તાહની લાંબી કવાયત પૂરી કરી હતી.
સૂત્રોએ જણાવ્યું કે વિંગ કમાન્ડર અભિનંદન પોતાના માતા-પિતાની સાથે સમય પસાર કરવા માટે ચેન્નઇ સ્થિત ઘરે જઈ શકતા હતા, પરંતુ તેઓએ શ્રીનગર જવાનું પસંદ કયું જ્યાં તેમનું સ્ક્વાડ્રન છે. સ્વાસ્થ્ય આધારે ચાર સપ્તાહની રજા પર પૂરી થયા બાદ એક મેડિકલ બોર્ડ અભિનંદનના ફિટનેસની સમીક્ષા કરશે જેથી વાયુસેનાના સિનિયર અધિકારી એ નક્કી કરી શકે કે શું તેઓ ફરીથી ફાઇટર પાયલટની ભૂમિકામાં આવી શકે છે.
અભિનંદને ફાઇટર પ્લેન ઉડાવવાની પોતાની ડ્યૂટીમાં પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગત 27 ફેબ્રુઆરીએ ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરનારા પાકિસ્તાનના ફાઇટ પ્લેનોને પરત ધકેલવા દરમિયાન થયેલી હવાઈ લડાઈ દરમિયાન તેમનું મિગ 21 બાઇસન ક્રેશ થયું હતું. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ તેમને પકડી લીધા હતા. આ પહેલા અભિનંદને પાકિસ્તાનના F-16 પ્લેનને તોડી પાડ્યું હતું. પાકિસ્તાને વિંગ કમાન્ડરને 1 માર્ચની રાત્રે મુક્ત કર્યા હતા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર