ન્યૂઝ18 ગુજરાતી : 60 કલાક સુધી પાકિસ્તાની સેનાની કેદમાં રહેલા ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનું પોસ્ટિંગ રાજસ્થાનના સૂરતગઢ એરફોર્સ બેઝ પર થયું છે. ઉલ્લેખનીય છે કે, ફાઇટર પ્લેનોની ડોગ ફાઇટ બાદ 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાને અભિનંદનની ધરપકડ કરી કેદી બનાવી લીધો હતો. ગત શનિવારે તેમણે પોતાનો નવો કાર્યભાર સંભાળી લીધો.
વાયુ સેના અધિકારી અભિનંદનનું રાજસ્થાનમાં આ પહેલું પોસ્ટિંગ નથી. આ પહેલા પણ બીકાનેરમાં પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. અભિનંદને થોડા સમય સુધી રાજસ્થાનમાં જ પોતાનો અભ્યાસ પણ કર્યો છે. મૂળે, અભિનંદનનના પિતા પણ ભારતીય વાયુસેનામાં અધિકારી રહી ચૂક્યા છે અને પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ રાજસ્થાનમાં પણ ફરજ બજાવી છે.
વાયુ સેનાએ જોકે, ગોપનીયતાનો હવાલો આપતા અભિનંદનના હાલના પોસ્ટિંગ વિશે કોઈ વિસ્તૃત જાણકારી નથી આપી. માત્ર એટલું જણાવ્યું છે કે તેમને રાજસ્થાનમાં તહેનાત કરવામાં આવ્યા છે. વાયુ સેનાના પ્રોટોકોલ મુજબ જ્યારે પણ કોઈ પાયલટનો હેલિકોપ્ટર કે પ્લેન દુર્ઘટનાનો શ્કિાર થઈ જાય છે તો તે પાયલટને ઉડાણ ભરવાથી રોકી દેવામાં આવે છે અને તેને માત્ર જમીની સેવાઓ માટે રાખવામાં આવે છે. જોકે, અભિનંદનના મામલામાં અલગ રીતે જોઈ શકાય છે.
27 ફેબ્રુઆરીએ વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનના એક F-16 પ્લેનને તોડી પાડ્યું હતું ત્યારબાદ તેના મિગ-21 જેટને પાકિસ્તાને તોડી પાડ્યું હતું. 1 માર્ચે પાકિસ્તાને તેમને ભારતને સોંપી દીધા હતા ત્યારબાદથી તેને રજા પર મોકલી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાની કેદમાં રહેવા દરમિયાન તેમને ઘણી ઈજા પણ થઈ હતી અને જેની સારવાર આર્મીની હોસ્પિટલમાં આપવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર