Home /News /national-international /

BJPનાં સાથી પક્ષે પુછ્યું: શું તમે તમારા મુસ્લિમ મંત્રીઓના નામ પણ બદલશો ?

BJPનાં સાથી પક્ષે પુછ્યું: શું તમે તમારા મુસ્લિમ મંત્રીઓના નામ પણ બદલશો ?

ઓમ પ્રકાશ રાજભર

    ભારતીય જનતા પાર્ટી ગેમ ચેન્જરમાંથી હવે નેમ ચેન્જર બની ગઇ છે અને લોકસભાની ચૂંટણી પહેલા હિંદુ-મુસ્લિમ રાગ આલાપતા ભાજપ શાષિત રાજ્યોમાં શહેરનાં નામ બદલવાની શરૂઆત કરી છે.

    ભાજપની આ નીતિ સામે ભાજપનાં સાથી પક્ષોએ જ સવાલ ઉઠાવ્યા છે. ભાજપનાં સાથી પક્ષનાં નેતા ઓમ પ્રકાશ રાજભર ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં મંત્રી છે. તેમણે પત્રકારોને આપેલા એક ઇન્ટરવ્યુંમાં ભાજપની આ નામ બદલવાની નીતિની આકરી ટિકા કરી હતી અને તેમણે એટલે સુંધી કહ્યું કે, શું ભાજપ હવે તેના મુસ્લિમ મંત્રીઓનાં નામ પણ બદલશે ?”

    રાજભારે કહ્યું કે, “ભાજરને મુગલસરાઇ અને ફૈઝાબાદનું નામ બદલી નાંખ્યું છે. ભાજપ એવું કહે છે કે, આ તમામનાં નામ મુઘલોએ આપ્યા હતા. ભાજપનાં રાષ્ટ્રિય પ્રવક્તા શાહનવાઝ હુસેન છે, કેન્દ્રિયમંત્રી મુખ્તાર અબ્બરા નકવી છે. ઉત્તરપ્રદેશમાં મોહસિન રઝા છે. આ ત્રણેય મુસ્લિમ મંત્રીઓનાં નામ પહેલા બદલી નાંખો”.

    હવે ફૈઝાબાદનું ‘અયોધ્યા’ થયું, નીતિનભાઈએ પણ કર્યો વિચાર: અમદાવાદ પણ થાય કર્ણાવતી !

    “આ બીજુ કશુ નથી પણ મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાની વાત છે. કચડાયેલા લોકો અને સમાજનાં વંચિત લોકો જ્યારે સરકાર સામે અવાજ ઉઠાવે છે ત્યારે આ પ્રકારનાં મુદ્દાઓને આળગ કરવામાં આવે છે. મુસ્લિમોનાં પ્રદાનને કેવી રીતે અવગણી શકશો ? લાલ કિલ્લો કોણે બનાવ્યો ? તાજમહેલ કોણે બનાવ્યો ?” રાજભારે ભાજપને પ્રશ્ન કરતા કહ્યું.

    ઉત્તર પ્રદેશની સરકારે અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કર્યું, ફૈઝાબાદનું નામ બદલીને શ્રી અયોધ્યા કર્યુ અને હવે માંગ ઉઠી છે કે. અમદાવાદ, ઔરંગાબાદ અને હૈદરાબાદ તથા આગ્રાના નામ પણ બદલો.
    જો કે, કોંગ્રેસે કહ્યું છે કે, દેશનાં લોકોને શહેરો નામ બદલવા નથી. તેમને નોકરીઓ જોઇએ છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Agra, Name change, Yogi Government, અમદાવાદ, ભાજપ, યૂપી

    આગામી સમાચાર