શું 15 એપ્રિલે હટી જશે Lockdown? અરુણાચલના સીએમે કર્યું ટ્વિટ અને પછી હટાવ્યું

News18 Gujarati
Updated: April 2, 2020, 4:52 PM IST
શું 15 એપ્રિલે હટી જશે Lockdown? અરુણાચલના સીએમે કર્યું ટ્વિટ અને પછી હટાવ્યું
ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી

ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસના (Coronavirus)કહેરના કારણે ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi)રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. વીડિયો કોન્ફરન્સમાં અન્ય મુખ્યમંત્રીઓ અને પ્રશાસકો સાથે અરુણાચલ પ્રદેશના (Arunachal Pradesh) મુખ્યમંત્રી પેમા ખાંડુએ (Pema Khandu)લોકડાઉન (Lock down)પર એવું ટ્વિટ કર્યું કે જેણે ચર્ચા ઉભી કરી છે. જોકે પ્રેમા ખાંડુએ પછી ટ્વિટને હટાવી દીધું અને અન્ય એક ટ્વિટમાં સ્પષ્ટીકરણ આપ્યું છે.

પીએમ સાથે થયેલી બેઠકનો એક વીડિયો શેર કરતા પ્રેમા ખાંડુએ લખ્યું હતું કે લોકડાઉન 15 એપ્રિલે પૂરું થઈ જશે પણ તેનો અર્થ એ નથી કે લોકો રસ્તા પર ફરવા માટે સ્વતંત્ર હશે. તેમણે પોતાની જવાબદારી અને સોશિયલ ડિસ્ટેસિંગનું ધ્યાન રાખવું પડશે. કોરોના સામે લડવાનો આ એકમાત્ર ઉપાય છે.

આ પણ વાંચો - 2050માં ચીન અને ભારત હશે દુનિયાના બે સુપર પાવર, અમેરિકા રહી જશે પાછળઆ પછી ખાંડુએ ટ્વિટ હટાવી લીધું હતું અને સ્પષ્ટીકરણ લખ્યું કે લોકડાઉનના સમયગાળાના મુદ્દે કરેલ એક ટ્વિટ અધિકારી દ્વારા કરેલ હતું, જેની હિન્દીની સમજ સિમિત છે. આવામાં આ ટ્વિટને હટાવી દીધું છે.

દેસભરમાં કોરોના વાયરસવો ખતરો સતત વધી રહ્યો છે. અત્યાર સુધી લગભગ 1958 લોકો તેની ચપેટમાં આવી ગયા છે. ભારતમાં મોતનો આંકડો 52 થયો છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા પીએમ મોદીએ મિઝોરમ, દિલ્હી, બિહાર, તેલંગાણા, પુંડુચેરી, ગોવા, ત્રિપુરા, ઉત્તરાખંડ, મેઘાલય, હિમાચલના મુખ્યમંત્રી સહિત રાજ્યોના સીએમ અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસક હાજર હતા. આ દરમિયાન પીએમ મોદીએ (PM Modi)કહ્યું હતું કે આપણે કોરોના વાયરસનો સાથે મળીને મુકાબલો કરીશું.
First published: April 2, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading