ગુજરાતમાં 3મે બાદ પણ લોકડાઉન લંબાશે? આટલા રાજ્યોએ આપ્યા સંકેત

ગુજરાતમાં 3મે બાદ પણ લોકડાઉન લંબાશે? આટલા રાજ્યોએ આપ્યા સંકેત
પ્રતિકાત્મક તસવીર

સોમવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રી મોદી સાથે થનારી રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ નિર્ણય લેશે.

 • Share this:
  દિલ્હી : દિલ્હી સરકારનું કહેવું છે કે, તે પોતાના રાજ્યમાં 16 મે સુધી લોકડાઉન વધારવા માંગે છે. તેના એક દિવસ બાદ જ પાંચ રાજ્યો - મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ અને ઓડિશાએ શનિવારે પોતાના રાજ્યોમાં 3મે બાદ લોકડાઉન વધારવાના સંક્ત આપી દીધા છે.

  આ સિવાય આ છ અન્ય રાજ્યો - ગુજરાત, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકનું કહેવું છે કે, તે કેન્દ્ર સરકારના આદેશનું પાલન કરશે. તો આસામ, કેરળ અને બિહારનું કહેવું છે કે, તે સોમવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રી મોદી સાથે થનારી રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ નિર્ણય લેશે.  તેલંગણા એકલું એવું રાજ્ય છે, જેણે લોકડાઉનના સમયગાળાને 7મે સુધી વધારી દીધુ છે. તે આ સમયગાળો ખતમ થવાના બે દિવસ પહેલા આગળનો નિર્ણય લેશે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ મુંબઈ અને પૂણેના કન્ટેનમેન્ટ જોનમાં લોકડાઉનનો વિસ્તાર કર્યો છે. અહીં 18 મે સુધી રાજ્યના 92 ટકા મામલા સામે આવ્યા છે.

  તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકનો કુલ 3000ને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ આજથી દુકાનો ખોલવાની રાજ્યમાં મંજુરી આપવામાં આવી હતી, પરંતુ, જે પ્રમાણે કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે આજે આ ચાર મહાનગરોમાં દુકાનો ખોલવાની મંજુરી પાછી ખેંચી લઈ, 3 મે સુધી કરિયાણા, દવાની દુકાનો જ ખોલવાની મંજુરી આપી છે.
  Published by:News18 Gujarati
  First published:April 26, 2020, 21:40 pm

  ટૉપ ન્યૂઝ